________________
પ.પૂ. આચાર્ય મહારાજશ્રી પાંચ આચાર્ય મહારાજની વાતને કેમ વજન આપે છે? તેનું કારણ બહાર મૂકાય તેમ નથી. તેનું કારણ ગૃહસ્થો આગળ પણ જણાવાય તેમ નથી. તેનું કારણ પરસ્પર આચાર્ય મહારાજાઓ મળે ત્યારે પણ પરસ્પર જણાવાય તેમ નથી. તમામે મનમાં જ સમજવાનું છે.
અન્ય મારા જેવો કોઈ બીજો માણસ તે કારણ સમજી લઈને તેને આધારે રસ્તો કાઢવા સામી તરફના મુખને પોતે પોતાની તરફથી સમજાવી શકે તો જ રસ્તો નીકળે. પછી તે રસ્તો ગમે તે હોય કે બન્ને ને માન્ય હોય.
કારણ કે જાહેરમાં પ્રતિષ્ઠિત સમુદાયો પાસેથી કરાવવાથી તે જ છાપ મરાવી પડે. અને પાંચ આચાર્ય મહારાજાઓ કે કોઈ મધ્યસ્થ પક્ષના કહેવાથી કરવું પડ્યું. એમ કરવામાં છાપ ખોટી ન પડે. અને કામ પતી જાય. જાહેરમાં મુનિ સંસ્થાનું વજન એવું જ ઊભું રહે. પાછું ખેંચવામાં પાછળથી જાહેરમાં અસર જુદી પડે.
એટલે એ બાબતનો તો કોઈ રસ્તો નીકળે. પરંતુ બન્ને પક્ષની પાસે આગ્રહ જ હોય, અને મનમાં પણ કોઈ પણ ન કરવાનો દૃઢ નિશ્ચય હોય. તો કોઈનું એ કાંઈ પણ વળી ન શકે. આપણે એટલું જ ખ્યાલમાં રાખવા જેવું છે. આ મારી નમ્ર સમજ છે. જો મનમાં દૃઢ નિર્ણય હોય તો આ બાબતનો પ્રયાસ સફળ થવાની આશા સમુચિત નથી. ૧૨ તિથિ બાબતમાં ખાનગીમાં કે જાહેરમાં પાછી ખેંચવાની વાત વિના શ્રી સંવત્સરીની વિચારણા હાથ ધરવામાં આવશે નહીં અને એ રીતે કાયમી બે પક્ષ પડી જવાના. અને જુદા ઉપાશ્રય જ કરવા પડે. નહીંતર દર વર્ષે ગામે ગામ કજીયો ભલે સંવત્સરી બાર કે બાવીશ વર્ષે ફેરફારવાળી આવે. માન્યતા ભેદ અને તિથિ પક્ષભેદ થયો એટલે એક ઠેકાણે ન જ રહેવાનો આગ્રહથવાનો. તોફાનો અને મહાતોફાનો અને હક્કની મારામારીના રોજ કજીયા. તેના | ઉપાય જુદા ઉપાશ્રયો કરવા સિવાય બીજો આવે જ નહીં. તો સારું છે કે આ પ્રશ્ન અત્યારથી પતાવી દેવો અથવા જુદા પડે તો પોતપોતાની રીતે કરવું. પછી ઉપર સંઘમાં હક્ક માંગવાની એવી બાબતો ઉભી કરી શ્રી સંઘમાં કાયમ લડાઈ રાખવી યોગ્ય ગણાશે જ નહીં. આ બધુ ધ્યાનમાં લઈને કામ કરવાની જરૂર છે. હું કોઈ પક્ષથી બોલું છું એમ ન માનતા વસ્તુ સ્થિતિ અને પરિણામો રજુ કરું છું એમ માનવા વિજ્ઞપ્તિ કરું છું. પાંચમની ક્ષય વૃદ્ધિ માનવાનો ૧૯૯૨ પછી પક્ષ નવો છે એમ તો ઉઘાડુ જ રહે કે રહેશે. એટલે નવા ઉપાશ્રયો તેમણે જ ઉભા કરવાના રહેશે. હક્કની માંગમાં પણ સંઘનો જ હક્ક મુખ્ય રહેવાનો. અન્ય પક્ષે
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org