________________
એટલે “ઉદયમિ જા તિહી. “થી સૂર્યોદય વખતે જે પર્વતિથિ હોય, તેને તે પર્વતિથિ ગણીને તે નિમિત્તક આરાધના કરવી. સામાન્ય તિથિ પણ એ રીતે જ નક્કી થાય. તો પછી ક્ષય અને વૃદ્ધિ તથા પૂર્વ અને ઉત્તરા શબ્દોની સંગતિ થશે નહીં. તો તેની સંગતિ શી રીતે કરવી? ત્યારે પ્રકરણને અનુસરીને - પર્વતિથિનો ક્ષય હોય ત્યારે (સતિસપ્તમીનો અર્થ કરવાથી) અને “ક્ષયે તથા વૃદ્ધોની” પહેલા પર્વતિથિ શબ્દો જોડવાથી, તે જોડીને અર્થ કરવો. એટલે કે, પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પ્રથમની તિથિ કરવી, તથા પર્વતિથિની વૃદ્ધિ હોય
ત્યાર પછીની તિથિ કરવી. ૬. પર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ એટલે શું?
આ બાબતની વિચારણા થોડીવાર પછી કરીશું. ૭. પ્રથમની તિથિ કરવી અને પછીની તિથિ કરવી એટલે શું?
પર્વતિથિનો ક્ષય હોય ત્યારે, પ્રથમ તિથિને પર્વતિથિ તરીકે કરવી. અને પર્વતિથિની વૃદ્ધિ હોય, ત્યારે પછીની પર્વતિથિને પર્વતિથિ તરીકે કરવી આવો
અર્થ થશે. ૮. પર્વતિથિ નથી, અથવા બે છે, તો પર્વતિથિ શી રીતે કરવી?
આ ગુંચવણના ઉકેલ માટે આ પ્રઘોષ ખાસ સાધન છે એ આ ઉપરથી નક્કી થાય છે. ૯. તો, ક્ષય - વૃદ્ધિની તિથિની માસિક કે પાક્ષિક સંખ્યાનો મેળ શી રીતે મેળવવો?
પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને વધારો કરીને મેળ મેળવવો. બીજો ઉપાય નથી. ૧૦. એ અર્થશા ઉપરથી કાઢવો?
અર્થપત્તિથી કાઢવો? પૂર્વની અપર્વતિથિ હતી, તે તેની પછીની પૂરી પર્વતિથિના રૂપમાં ફેરવાઈ ગઈ, એટલે પછી તે ક્યાં રહે છે? માટે તે પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરી માટે ગણાય.
४०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org