SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (c) આજે ખરી ધર્મારાધના શાસન અને સંઘના બંધારણીય તત્વોનો અમલ અને શિસ્તને પાછા અમલમાં લાવવામાં છે ભલે ધર્મારાધન ઓછું થાય પરંતુ શાસન સંઘ અને શાસ્ત્ર સાપેક્ષ ધર્મ આરાધન દેખાવમાં ભલે થોડું હોય પણ તે બહુ કિંમતી હોય છે. ‘યદલ્પમપિ તદ્ બહુ’ નહિતર ધર્મારાધના પણ શાસનની આશાતનામાં ફેરવાઈ જવાનો પ્રસંગ વધતો જાય છે. આ બધી વિચારણા જો પ્રમાણિક ભાસતી હોય તો ભલે બાર તિથિમાં સત્યતાનો નિર્ણય હોય તો પણ શાસન નિરપેક્ષ રીતે બિન બંધારણીય અને અશિસ્ત રીતે એના અમલમાં આશાતનાનું કારણ બની જાય છે. આત્માર્થી જીવો શાસ્ત્ર ભક્ત શાસનના વફાદાર જીવો તેને કેમ ચલાવી શકે? જેટલો વિલંબ તેટલી શાસનને શ્રી સંઘની આશાતના વધતી જાય છે. એમ મારો અંતર આત્મા પુકારે છે છતાં આમાં ભુલ થતી હોય તો સમજવા ઈચ્છું અને સમજાયે મિચ્છામિ દુક્કડં દેવામાં વિલંબ કરવાની ભાવના નથી. (૯) શાસનના સાચા વફાદાર આત્માર્થી જીવોને માનાપમાન નિંદા-સ્તુતિને લક્ષ્યમાં લે જ નહિ તેથી મારી દૃષ્ટિએ તો વડીલો આગળ આ જૈન શાસનની રહસ્યાત્મક વાત મુકીને આપે બાર તિથિની બાબતમાં જલ્દી શુદ્ધ થઈ જવા સ્વશિષ્યાદિકમાં આદેશ બહાર પાડી દેવો જોઈએ. એમ મારો અંતર આત્મા પુકારે છે. છેવટે પર્યુષણા મહા પર્વમાં તો તેની આશાતના ન થાય એ ખાતર પણ જાહેર કરી દેવું જોઈએ. તેમાં કોઈ પણ જાતની રાહ જોવી અને વિલંબ કરવો હિતાવહ નથી કેમ કે તેમાં કોઈ પણ મહત્ત્વનું શાસન હિતની દૃષ્ટિથી કારણ નથી. ને હોય તે શાસનની દૃષ્ટિમાં નજીવા કારણ હોય. તેને વળગી રહેવામાં કલ્યાણ નહિ. જે આત્માર્થીઓ હશે તે માનશે - માનશે તેની આરાધના - ન માને તો તેમની ઈચ્છા, શા માટે દોષમાં રહેવું? સાથે જ એમ પણ જણાવી દઈ શકાય કે આપણે આપની ભૂલ સુધારી દેવી જોઈએ. ભૂલ જાણ્યા પછી આપના સિવાય બીજા કોણ સુધરાવવાના છે. જાતે જ શા માટે ન સુધારવી અને પછીથી શ્રી સંઘને આપણે સાચી વાત સમજાવવા પ્રયત્ન કરી શકીશું. ખાસ મહત્ત્વના બંધારણીય કારણો વિના તે વિચારણાની ના પાડી શકે નહિં. અને મહત્ત્વના કારણો આપણને સમજાવવામાં આવે તો આપણે આગ્રહ રાખવાનું કારણ નહિં, પરંતુ આપણે ભૂલ જાણ્યા પછી તેને વળગી રહીએ તો શાસનની આશાતના કરી ગણાય. પરમાત્માનું શાસન ઠેઠ પહેલા તીર્થકરથી ચાલ્યું આવે Jain Education International ૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy