________________
૩૦. તેમ છતાં ઉપચારથી - લક્ષણાથી કાર્યાનો અર્થ આરાધ્યા કરીયે, પરંતુ તેમ કરવાનું
કાંઈ પ્રયોજન હોવું જોઈએ. તેથી મુખ્ય શબ્દાર્થ છોડીને બીજો લક્ષ્યાર્થવિગેરે લઈ શકાય. તે સિવાય, શી રીતે લઈ શકાય?
પ્રયોજન એ હોય કે સૂર્યોદય વખતની સાક્ષાત અપર્વતિથિને પર્વતિથિ બનાવ્યા વિના તે પર્વતિથિને નામે તે અપર્વતિથિના અવલંબને પર્વતિથિની આરાધના કરવી, પણ એ અપર્વતિથિને પર્વતિથિ તરીકે ઉપચારથી પણ ન બનાવવી.”એમ કરવામાં એવું કોઈ વિશિષ્ટ પ્રયોજન હોય, તો તેમ કરી શકાય. “છે કોઈ?” પરંતુ “તેમ પણ કરવાનું ફળ શું?” “તેમ પણ કરવાનું ફળ શું? એ પ્રશ્નોના જવાબ દેવા પડે તેવું કોઈ ફળ કે પ્રયોજન દેખાતું નથી. “તો એ રીતે અર્થ શી રીતે કરી શકાય ? કાર્યાને બદલે ગ્રાહ્યા પાઠ હોય, તો પણ બહુ ફરક પડતો નથી. આરાધ્યા પાઠ કોઈ પ્રમાણિક પાઠાન્તરથી મળી આવેલ હોય, તો તેના ઉપર વિચાર કરી શકાય. કાર્યા શબ્દ સાથે, આરાધના શબ્દ અધ્યાહારથી લાવીને સંગત કરીએ, તો? તિથિઃ ને બદલે તિથે પાઠ હોવો જોઈએ. આરાધના શબ્દ કાર્ય સાથે અન્વયી થઈ શકે નહીં. પૂર્વ તિઃ રાંધ્યા વગ: એમ લેવું પડે. આ સિવાય કોઈ ત્રીજો અર્થ
તર્કશુદ્ધ રીતે પ્રમાણભૂત થઈ શકતો હોય, તો તે પણ માન્ય રાખવો યોગ્ય ગણાય. ૩૧. પરંતુ, આ પ્રઘોષનું મુખ્ય તાત્પર્યતો પર્વતિથિની આરાધના કરાવવવી એ જ છે ને
? માટે આરાધના તો તેની સાથે જોડાયેલી છે. પ્રકરણથી કહો કે મુખ્ય પ્રયોજનથી કહો કે ગમે તે રીતે પણ જોડાયેલી જ છે.” આ વાત ખરી છે, પરંતુ આરાધનાના બે પ્રકાર છે. ૧. સર્વ સામાન્ય આરાધના, જેને માટે જગતમાં ધર્મનું અસ્તિત્વ છે. ૨. નિમિત્ત પ્રતિબદ્ધ આરાધના. આ પ્રઘોષ નિમિત્તપ્રતિબદ્ધ આરાધનાના કાળ નિમિત્તને સ્થિર કરવા માટે - સિદ્ધ કરવા માટે છે. નહીં કે સામાન્ય આરાધના માટે છે. માટે, આરાધનાના સામાન્ય પ્રકાર માટે તો અનેક નિમિત્તોનો સમૂહ હોય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org