________________
તો પછી ૧૧ સે ૧૨ સે પણ કરી શકાય તેમ કેમ ન કહ્યું ? તે ઉપરથી ૧૩ સે ૧૪ ચોદશ આરોપવાની સુચના કેમ ન હોય ? જ્યારે આરોપણ જૈન શાસનમાં થઈ શકે છે. ૭ મે આઠમનું આરોપણ કરવું પડે છે. તેમ આરોપણ કરવામાં આવ્યું હોય તો ? જ્યારે આરોપણ કરવાનું ધોરણ ઠર્યું છે. ત્યારે ઉદય તિથિનો સામાન્ય નિયમ ન પણ રહે કેમ કે ઉદય તિથિના નિયમ કરતાં અવિધમાન પર્વતિથિ ના દીવસને આરોપણ કરીને જન્મ આપવાની વાત વધારે મહત્ત્વની હોય, અને તેથી ઉદય તિથિ પ્રત્યાખ્યાન વેળાની વાતને ગૌણ સ્થાન મળતું હોય તો ? સામાન્ય નિયમ કરતાં વિશેષ બળવાન થાય.
૧૯) ચૌદશ એકમના કરે એવા સ્પષ્ટ શબ્દો હીર પ્રશ્નમાં છે ? જો હોય તો પછી ચોખું જ થઈ જાય છે કે પૂનમનો ક્ષય કબુલ્યો ને બીજી કોઈ તિથિમાં આરોપ કરવામાં આવેલ નથી. પરંતુ જો ચૌદશ એકમ એવા શબ્દો ન હોય, તો પ્રશ્ન ઉભો રહે છે. અને તેરશ ચૌદશ ટીપ્પણની અપેક્ષાએ બોલ્યા હોવાની પણ સંભાવના ગણાવવામાં આવે. કારણ કે ટીપ્પણાની અપેક્ષાએ તિથિઓની પ્રસિધ્ધિની અપેક્ષાએ પણ ઘણા જવાબ અપાયાના પ્રમાણો મળે છે. નહીંતર ક્ષયે પૂર્વા કહેવાનો અવસર જ ન હોત. સચિત્તત્યાગ બ્રહ્મચર્ય માત્ર એકજ દિવસમાં પાળવાની વાત હશે ? બંને ઉપવાસમાં તે પ્રમાણે પાળવાનું નહીં હોય ? માત્ર ઉપવાસ જ કરી લેવાનો હશે, પરંતુ જો પાક્ષિક પ્રતિક્રમણ બીજે ઉપવાસે જ કરવાનું હોય તો પૂનમ ને ખુંટતી રાખી એમ કહેવામાં સ્પષ્ટ પૂરાવો મળે છે. પણ તે ખુલાસો ન હોવાથી ઉભો રહે છે. સપ્રમાણ આ ખુલાસા કરશો.
(૨૧)
(૨૦) બે તિથિઓ ભેગી ન બોલાય. તેનું સમાધાન કોઈ એમ આપે કે ટીપ્પણાને હીસાબે બોલાય, પણ પર્વતિથિઓની મહત્તાની જાળવવાની જૈન શાસ્ત્રાજ્ઞા ભલામણની દૃષ્ટિથી ન બોલાય. એમ સ્યાદ્વાદ ગોઠવે તો ત્યાં આપણે શો જવાબ આપવો ? પૂનમને ક્ષયે તેરશ ચૌદશ નો આરોપ કરવાથી ઉદય તિથિમાં ક્ષતિ આવે છે. પણ પર્વતિથિને જન્મ આપવા માટે એ દોષ વ્હોરી લેવામાં આવે છે. માટે પર્વતિથિને જન્મ આપવા રૂપ મોટું કામ અને તમિત્તક આરાધના નો લાભ અપાવા રૂપ મોટા લાભ લેવા જતાં એટલો ગૌણ દોષ સેવી લેવામાં મોટી વિરાધના નથી એમ કહે તો તેને શો જવાબ આપવો ? પોતાનો દોષ કબુલ કરે અને મોટો લાભ બતાવે, તો તેમાં મોટી ભૂલ કઈ બતાવી શકાય ? તે જણાવશો. ?
૨૨) ઔદયિક તિથિને ફેરવવામાં આજ્ઞા ભંગાદિ દોષ છે. પણ પર્વતિથિ ઘટતી હોય તો તેને ઉભી રાખવા એ દોષ ન ગણાય. પણ એવું કાંઈ પ્રયોજન ન હોય ને ઉદય તિથિનો ભંગ કરે તો એ દોષ થાય. એમ એ આજ્ઞા નો અર્થ છે. આમ કહે તો તેના
Jain Education International
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org