________________
વિરોધમાં શું કહેવું? આજ્ઞા ભંગાદિક દોષ કબુલ રાખે અને ઉપર પ્રમાણે પરિહાર જણાવે | તો શું કરવું? તેના વિરોધમાં શા પ્રબળ પ્રમાણો છે? પ્રમાણ ન મળે તો બંન્નેય ને બન્નેય તરફ ના અર્થ કરવાનો અધિકાર રહી જાય તેનું શું થાય?
(૨૩) બે ચૌદશ ટીપ્પણામાં હોય, તો બીજી ચૌદશે ચૌદશ આરાધવાની થાય તો પાખી પ્રતિક્રમણ તો પૂનમે થાય, કેમ કે ચૌદશની સવારે બે ઘડી હતી. પછી તો પૂનમ બેસી ગઈ હોય છે. એટલે સાંજે તો પૂનમ હોય છે. તો ચૌદશે કરવાનાં પ્રતિક્રમણ પૂનમે કેમ થાય? આઠમનો ઉપવાસમાં સુર્યોદય વેલા સાતમ હોવા છતાં આઠમ માનીને આચાર્યની આજ્ઞાથી થાય છે. તેમ પૂનમ હોય છતાં ચૌદશમાનીને પાક્ષિક પ્રતિક્રમણ થાય. બે ઘડી સવારે ચૌદશ હોવા છતાં પછી આખો દિવસ પૂનમ છતાં ચૌદશ માનીને તમામ ધર્મ કરણી કરવાની છે. તે પ્રમાણે આચાર્યની આજ્ઞાથી ૧૩ સે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવામાં શો વાંધો? એમ કોઈ પૂછે તો શું કહેવું? આચાર્યની આજ્ઞાથી પૂનમે ચૌદશનું પ્રતિક્રમણ વાંધો નહીં, સાતમ આઠમ કરવામાં વાંધો નહીં, તો પછી આચાર્યશ્રીની આજ્ઞાથી તેરશે ચૌદશ કરવામાં શો વાંધો? “આઠમને ક્ષયે આઠમ છે. અને બીજી ચૌદશે થોડો વખત પણ ચૌદશ છે. પણ તેરશે તો ચૌદશની ગન્ધ પણ નથી હોતી એમ તો ચૌદશે ક્ષય માનેલી પૂનમ તો હોય છે. તો તેને પૂનમ માનવામાં શો વાંધો? અને તેરશે પ્રતિક્રમણ વખતે ચૌદશ બેસી ગઈ હોય તો જ પૂનમ તૂટે એટલે તેરશે સાંજે ચૌદશ હોવાથી પાક્ષિક થાય એમ કહે તો શું કહેવું. જેમાં સાતમને સવારે આઠમ આચાર્યની આજ્ઞાથી માનવામાં વાંધો નથી તેમ તેરશે આચાર્યની આજ્ઞાથી ચૌદશ માનવામાં શો વાંધો? એવી રીતે બે પૂનમે બે તેરશ કરવામાં પણ આચાર્યની આજ્ઞાથી કરવામાં શો વાંધો?
(૨૪) એમ કહે – સાતમને આઠમ ગણવામાં ઉદય તિથિ તો સાતમ છે પણ આરોપથી આઠમ ઉદય મનાય. નહીંતર આઠમ નિમિત્તક આરાધનાનું પચ્ચખાણ સાતમ પૂરી થયા પછી લેવાય. ને આઠમ પૂરી થતાં જ પારણું કરવામાં હરકત ન ગણાય. સાતમને આઠમ ન માનીયે તો પર્વનિમિત્તક આરાધના ઊડી જાય. તેથી આખી ચઉદશને ન માનતાં બીજે દિવસે ઉદય થયાની ચૌદશ નિમિત્તકતપ કરાય પણ સાંજે પ્રતિક્રમણ વખતે પૂનમ છે તો પછી આગલા દિવસે આખી ચૌદશે ચૌદશ કાં ન આરાધવી ? સવારે ઉદય અને સાંજે પણ ચઉદશ છે. પણ શા કારણે બીજી ચઉદશ નિમિત્તક આરાધના કરાય છે? તેમાં શાસ્ત્રાજ્ઞા જ બળવાન માનીયે છીએ. આ સિવાય બીજો કોઈ સમાધાન છે?
આગલી ચૌદશ જેમ ફલ્યુ છે તેમ પહેલી પૂનમ પણ ફલ્ગ ખરી પણ બાર પર્વ આરાધનારના તથા ચોમાસાના સહકૃત ઉપવાસ રૂપઅઠ્ઠમના પ્રયોજન ખાતર આચાર્યની આજ્ઞાથી ફલ્યુને પણ ઉપચારથી ૧૪ માનવામાં શો વાંધો?
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org