________________
વિચારણા કરતાં બુધવાર માટે કોઈ યોગ્ય યુક્તિ નથી અને મંગળવાર દરેક રીતે યોગ્ય ઠરે | છે. તો પછી શ્રીસંઘને વિરાધક ભાવમાં એકવાર પણ શા માટે સંડોવવો?
આ શ્રી યુગપ્રધાનાચાર્ય મહારાજની આચરણાના પ્રમાણ સામે કોઈદલીલ બળવાન બની શકે તેમ નથી. છતાં કોઈ મહત્ત્વનું પ્રમાણ હોય તો જણાવવા કૃપા કરવા વિજ્ઞપ્તિ છે. નહીંતર બધા જેમ બહાર પાડે છે તેમ આ વિચારણા તુરંત વિનંતી રુપે બહાર પાડવા ઈચ્છું છું.
લી. સેવક પ્રભુદાસ બેચરદાસ વંદના.
(૨) બીજા શ્રાવણ સુદ ૫ (૨૦૧૪) ને દિવસે એકાંતમાં કરેલી શાંત વિચારણા
(માત્ર અવિરુદ્ધ તર્કોથી બેસાડેલી) યુગ પ્રધાનાચાર્ય મહારાજ શ્રી કાલિકાચાર્ય સૂરીશ્વરજી મહારાજ શું કરત? ૧) ભાદરવા સુદ પસંવત્સરી મહાપર્વ શાસ્ત્રોક્ત છે. ૨) શ્રી યુગ પ્રધાન કાલિકાચાર્ય મહારાજ કાયમ એ પ્રમાણે શ્રી સંવત્સરી મહાપર્વ
કરતા હતા. તે જ દિવસે આરાધના કરતા હતા. ૩) માત્ર રાજાના કારણે એક દિવસ પર્વની આરાધના વહેલી કરી અને પછી તે દિવસ - કાયમ રહ્યો.
કારણ કે જો પછીના વર્ષે પાંચમ કરવામાં આવે તો ૩૬૧ દિવસનું આંતરું પડી વાથી એક દિવસ આરાધના અને પ્રતિક્રમણ મોડું થાય જેથી અંતરાસે કપ્પઈએ પાઠની વિરાધના થઈ જાય એટલે હવે તો શ્રીતીર્થંકર પ્રભુનું શાસન બદલે ત્યારે શ્રી પદ્મનાભ પ્રભુના શાસનમાં પાંચમ ભલે શરૂ થાય પરંતુ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં તો પાંચમનો આગળો દિવસ એટલે ચોથ જ કાયમ ગણાય. તેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર પ્રાપ્ત ન થાય શિવાય કે બીજા પ્રમાણ હોય તેને આધારે સરળ આચાર્ય મહારાજાઓ મળી ને કરે અથવા શ્રી તીર્થંકર પ્રભુ.
માટે યુગપ્રધાનાચાર્ય મહારાજ પછી પણ શ્રી સકળ સંઘ પાંચમ પહેલા આવતી સ્વાભાવિક ચોથને દિવસે શ્રી સાંવત્સરી પર્વ ચાલુ રાખ્યું. કેમ કે ૧ દિવસ વધી જવાથી તેમાં ફેરફાર કરવાનું અશક્ય બની ગયું આમાં કોઈ ભૂલ હોય તો ગીતાર્થ મહાત્માઓ પ્રમાણ છે. છતાં આમાં મારી અજ્ઞાન ભાવે ભૂલ થતી હોય તો મિચ્છામિ દુક્કડમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org