________________
(૧૯) તેથી તેની વિચારણા કરવા તેઓને આગ્રહ કરવો એ તર્ક શુદ્ધ નહિ થાય. વળી બાર તિથિ બાબતનો વચ્ચેથી નીકાળ થઈ તે બાબત વચ્ચેથી ઉચકાઈ જાય એટલે સંવત્સરિના પ્રશ્ન પાસે પહોંચી જઈ શકાય. નહિંતર તે પ્રશ્ન દૂર રહે ત્યાં શાસનની આશાતના થાય. શાસનની આ સ્થિતિમાં અનેક શાસનને હાનિકારક અનિષ્ટ તત્વો પ્રવેશ કરી દૃઢ મૂલ થઈ જાય તેને પાછા કાઢવા અશકય કે દુશક્ય બને તેની જવાબદારી કોની?
માટે એકેક બાબતને ઉકેલતા જવાની જરૂરી છે આપણે નહિ ઉકેલીએ તો કોણ ઉકેલશે? આ વાત સાથે સંબંધ ધરાવતી બાબત આપણે બાજુએ રાખવી અને બીજી વાત ઉકેલવા જણાવવી એમાં શાસનની સાપેક્ષતાને સ્થાન આપ્યું કેમ કહી શકાય? આપણે આપણા તરફથી સૌથી પહેલા સુધારો કરી નાંખવો જોઈએ તેમાં વિલંબ કે બાનું કાઢી જ કેમ શકાય? કેમ કે આપણને શાસન વ્હાલુ છે. એની ભક્તિને માનનાર છીએ. ધારોકે બીજા ભૂલ કરે છે. તે નથી માનતા તો તેમાં તે આશાતના કરે છે. માટે આપણને આશાતના કરવાનો શું અધિકાર મળી જાય છે? શાસનનું તેજ વધારવા સૌથી પહેલાં આપણી ફરજ છે. બીજાનો દાખલો લેવો આપણને શોભે નહિ. બીજા શાસનની વફાદારી ન જાળવતાં હોય તેનો દાખલો આપણાથી કેમ લેવાય, તેનો દાખલો આડો કેમ ધરાય? જો આપણે શાસનના સાચા ભક્ત હોઈએ તેમ છતાં કાંઈ ખટકતું હોય તો આપણું મંતવ્ય પ્રામાણિક પણે જણાવીને તેમાં ફેરફાર થવાના દોષનો ટોપલો સામા પક્ષ ઉપર નાંખી દેવો જોઈએ
(૨૦) અહીં એક પ્રશ્ન થશે કે નબળાઈથી કે સામા મોટા પક્ષથી કે બળવાન પક્ષથી ડરીને નમતું મુકવાનું શાસન ભક્તથી બને જ કેમ? એ પ્રશ્ન મહત્ત્વનો છે. પરંતુ એવો પ્રસંગ બારતિથિની બાબતમાં નથી કેમ કે શિસ્ત ભંગતે વસ્તુની સત્યતા - અસત્યતા સાથે સંબંધ ધરાવતો નથી. તેને માટે ફરીથી પણ પ્રમાણિક અને વિહિત સાધનોથી લડી શકાય છે. અને તેના પ્રામાણિક કારણોને દરેકે આખરે પણ સ્થાન આપવું જ પડે તેને માટે આપણી તમન્ના અને ખમીર જોઈએ. પરંતુ એક વખત કરેલી ભૂલને વળગી રહેવામાં ખમીર પ્રદર્શન નથી. સંવત્સરિનો પ્રશ્ન પતી ગયા પછી પણ બાર તિથિની બાબતમાં કાંઈ પણ કરવા જેવું લાગે તો વિધિપૂર્વક શ્રી સંઘ આગળ નિરાગ્રહ પણે અવશ્ય લાવી શકાય છે. બળીયાના બે ભાગ શાસનમાં ન હોય. પક્ષો રહી ગયા છે તેને અવિહિતં માનીને ચાલવું પડે છે. તેમ આમાં પણ બને તો શોભા શી? તેના કરતા શ્રી સંઘ આગળ વિહિત ચીજની કબુલાત કરાવામાં જ શોભા છે તેમાં જ શ્રી શાસન તરફની વફાદારી છે.
(૨૧) આટલી વિચારણા બાદ થોડાક માર્ગદર્શક શાસ્ત્ર વાકયો ટાંકુ છું જે ધ્યાનમાં લેવા યોગ્ય છે.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org