________________
માટે, જે સૂર્યોદયને તે તિથિ સ્પર્શતી હોય, તે જ વારે તે તિથિ ગણાય છે. સૂર્યોદય પહેલાં પાછળનો વાર સમાપ્ત થતો હોય છે. આ માટે “ઉદયમિ-જા તિહી. એ ગાથા તો સર્વસામાન્ય રીતે ટિપ્પણા માટે સર્વ પર્વકે અપર્વતિથિઓ નક્કી કરવા માટેનો ઉત્સર્ગનિયમ-મુખ્ય નિયમ બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ એકવારને ત્રણ તિથિ સ્પર્શતી હોય, અને જેને સૂર્યોદય નસ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખન થાય. કેમ કે ‘ઉદયમિજા તિહી.” એ ગાથા તો સર્વસામાન્ય માટે -ટિપ્પણા માટે સર્વ તિથિઓ નક્કી કરવાનો ઉત્સર્ગ નિયમ-મુખ્ય નિયમ બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ (૧) એક વારને ત્રણ તિથિ સ્પર્શતી હોય અને જેને સુર્યોદય ન સ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખ ન થાય. કેમ કે ઉદયમિ જા તિહી' સૂત્ર તે વચલી તિથિને લાગુ પડી શકતું જ નથી. માટે તેનો અભાવ પરિભાષિત કરવો પડે છે. એ જ પ્રમાણે - (૨) એક તિથિને ત્રણ વાર સ્પર્શતા હોય, તેથી તેને બે સૂર્યોદય સ્પર્શે છે, માટે એક તિથિ બે વારમાં લખાય છે. તેથી પણ તે બે ગણાય છે, કેમ કે બે સૂર્યોદય તેને સ્પર્શ છે. ત્રણ સૂર્યોદય સ્પર્શતી હોય તો ત્રણ વખત એક જ તિથિ લખવી પડત. પરંતુ એમ કદી બની શકે જ નહીં. કેમ કે તિથિની એટલી બધી લંબાઈ હોતી નથી. એટલી બધી ઘડી તેની હોતી નથી. એટલે ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે બે.
આ પારિભાષિત અર્થ નક્કી થયો. ૨૦. હવે, પર્વતિથિનો ક્ષય એટલે અભાવ હોય, અને વૃદ્ધિ એટલે બે હોય, ત્યારે શું
કરવું? આ પ્રશ્ન ઊભો થાય છે. ક્ષય - અભાવ છે, માટે તેને અને તનિમિત્તક આરાધના જવા દેવી?
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org