________________
સહાયક હોય છે. શાસનનું સંચાલન કરવાની જવાબદારી શ્રી સંઘની છે. આગમોની રક્ષા વિગેરે શ્રી સંઘના હસ્તક છે. પ્રતિષ્ઠા લખવું લખાવવું કબજામાં રાખવા વિગેરે.
૪) ધાર્મિક સંપત્તિઓની સાર સંભાળ પણ શ્રી સંઘને આધીન છે માટે તેને શ્રી સંઘ કહેવામાં હરકત નથી. એ જ પ્રમાણે ધાર્મિક સંપત્તિઓમાં ઉપરના ચારે સમાવેશ પામે છે. દેવગુરુ ધર્મ જ્ઞાન સંઘ શાસનનું સંચાલન સંપત્તિઓ વિના અશક્ય બને છે. એમ ઉપરના ચારેનો સમાવેશ થાય છે. માટે ઉપરના ચારેયને પણ ધાર્મિક સંપત્તિઓ કહેવામાં હરકત નથી.
૫)
શાશ્વત ધર્મ શાસનના ઉત્સર્ગ અપવાદરૂપ બંધારણીય પાંચ વ્યવહારોના નિયમો, શ્રીસંઘના અધિકારીઓના અધિકાર, વિશ્વ વ્યવસ્થા સાત ક્ષેત્રાદિકની રક્ષા વિગેરે તમામનું માર્ગદર્શન શાસ્ત્રોમાં છે. માટે બાકીના ચારેને શાસ્ત્ર પ્રવચન – શ્રુત કહેવામાં હરકત નથી.
આમ પચીસ ભેદો થાય છે.
(૬) શ્રી સંઘ અને શાસન એક છતાં જુદા પણ છે, શાસ્ત્રો અને શાસન એક છતાં જુદા પણ છે, આથી જ શાસન માટે તીર્થ પ્રવચન આજ્ઞા વિગેરે શબ્દો વપરાય છે. સંઘની ઘણી ગાથાઓમાં પવયણ અને સુઅ બંન્નેય શબ્દો એક જ ગાથામાં હોય છે. સંઘોવર બહુમાણો, પભાવણા તિત્યે, શ્રુતદેવીનો કાઉસગ્ગ અને પ્રવચન દેવીનો કાઉસગ્ગ જુદા જુદા હોય છે. તેથી પ્રવચન શબ્દનો મુખ્યાર્થ શાસ્ત્રો - ભગવદ્ વાણી છતાં શાસન અને સંઘ માટે તે શબ્દ વપરાય છે. પ્રવચન ઉડ્ડાહ નિવારવો ત્યાં શાસન અર્થમાં છે, પવયણ સંઘ વખાણીએજી, ત્યાં સંઘ શબ્દમાં પ્રવચનનો અર્થ છે એટલે કે નય સાપેક્ષ ગૌણ - મુખ્યતાથી ઉપચારથી પાંચેય પાંચેય રુપે હોઈ શકે છે. સ્યાદ્વાદના આશ્રય વિના આ બાબતો સંગત કરી શકાય તેમ નથી.
(૭) ઉપરનું સંક્ષિપ્ત નિરુપણ એટલા માટે આપવામાં આવ્યું છે કે શાસનની વફાદારી મુખ્ય વસ્તુ છે તે તરફ ખાસ ધ્યાન ખેંચવા. આજે છેલ્લા સો વરસ લગભગથી શાસન અને શ્રી સંઘના નામોનો ઉચ્ચાર મોટા પાયા ઉપર થાય છે. પરંતુ તે બંન્નેના શિસ્ત બંધારણીય નિયમોની ઉલ્ટી ઉપેક્ષા થઈ રહી છે જેને મુખ્ય રાખવા જોઈએ.
Jain Education International
-
30
For Private & Personal Use Only
www.jainelibrary.org