________________
(૧૨) શ્રી સંવત્સરિનાં પ્રશ્નની બાબતમાં અનેક પક્ષો ભલે છે અને તે બાબત વિચારણા કરવી જરૂરી પણ છે. તેમાં શ્રી સંઘ સ્થિત પક્ષ છે અને બીજા પક્ષકારો છે. પક્ષકાર સિવાય સ્થિત પક્ષના હાથમાં એટલા પુરતું ન્યાયનું તોલન હોય છે, નહિતર શ્રી સંઘનું અસ્તિત્વ ન રહે અને શ્રી સંઘ ન્યાયનું વિશ્વકેન્દ્ર છે તે પણ લુપ્ત ગણાય. એક પક્ષ સિવાયના બધા સ્થિત પક્ષમાં ગણાય. સ્થિત પક્ષમાંનાઓના પક્ષ જ્યારે વિચારણામાં લેવાય ત્યારે તમામ સામા પક્ષવાલા સ્થિત પક્ષમાં ગણાય પરંતુ આની સૂક્ષ્મ સમજ કોઈ વખતે ચર્ચીશ હાલ પ્રસંગ નથી. શ્રી સંઘમાં ન્યાય નથી કેમ કે જુદા - જુદા પક્ષોમાં વેંચાયા છે એમ બોલવું કે માનવું એ શ્રી સંઘ અને શાસનની મહા આશાતના છે. આપણે અણસમજણમાં હોઈએ ત્યાં સુધી ગમે તેમ બોલીએ નહિતર મહાપાપ લાગે. એટલે તેમાનાં અનેક પક્ષો બાર તિથિમાં ન ગણાવાય. અને શ્રી સંવત્સરિના પ્રશ્ન વખતે પણ પાંચમની ક્ષય વૃદ્ધિ પ્રસંગને ઉદેશીને પાછી બાર તિથિની વિચારણા ઊભી થવાની જ છે એ વખતે એની વિચારણા પક્ષાગ્રહ વિના કરવાનો અધિકાર પ્રાપ્ત થાય જ છે એમ મારી સમજ છે.
'
(૧૩) તે વખતે પણ જેમને શિસ્તની ભૂલ કરી હોય તેને પણ તે સુધારવી જ પડે. વિચારણા બીજી વાત છે. વિચારણાનો સૌને અવકાશ રહેવાનો. જૈન શાસનમાં કોઈનેય સ્વચ્છંદે વર્તવાનો અધિકાર નથી પછી ભલે તે શાસન ધુરંધર આગમઘર દેશનાદિવાકર-ચારિત્ર ચક્રવર્તી કે પ્રબળ પરિવારઘર હોય, સૌ નમ્ર બાલકો સમાન જ પરમાત્માના શાસન આગળ છે.
(૧૪) એટલે મારી નમ્ર સમજ મુજબ બારતિથિની બાબતમાં તુરંત જ યોગ્ય પગલાં ભરી લેવા જોઈએ. પહેલા ભૂલ કરી હોય તે પહેલા ભૂલ સુધારે આવી આવી બાબતો શાસનભક્ત ન આગળ કરી શકે.
૧
કેટલીક વખત મોટી બાબતનો પ્રસંગ હોય ત્યારે નાની નાની બાબત ન જોવાય, ઉપેક્ષ્ય ગણાય.
૨. કેટલીક વખત સૂચિકટાહ ન્યાયથી નાની બાબત પહેલી પતાવાય અને મોટી બાબત પછી રખાય.
૩.
કેટલીક વાર ઉપલોથર ઉતારીયે તો નીચેની બાબત હાથમાં આવે, ભલે મહત્ત્વની વસ્તુ નીચે હોય. જેમ જેમ ઉપ૨ના થર ઉતરતા જાય તેમ તેમ નીચેની બાબત હાથમાં આવતી જાય.
Jain Education International
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org