________________
સાક્ષાત આઠમ તો નથી જ, તેથી જેટલા ભાગમાં આઠમ નથી, એટલા ભાગમાં તો ઉપચાર થાય છે. અને ઉપચારના બળથી સાતમનો ભાગ - અને નોમનો ભાગઆઠમ બની રહે છે. એવો ઉપચાર કરવાનું બળ ક્ષયે - પૂર્વા ૦ પ્રઘોષ આપે છે. ૨. બે ઘડીની બીજી પર્વતિથિ ૬૦ઘડીની બનાવાય છે. તે પણ ક્ષયે પૂર્વાના પ્રઘોષના બળથી જ. કેમ કે બે ઘડી પછી આવનારી પછીની તિથિ છતાં, પછીની ન ગણાતાં આખો દિવસ આઠમ જ ગણાય છે. નોમ કે નોમની ક્રિયા ગણાતી નથી. આ જાતની ચાલી આવતી આચરણા એ મોટામાં મોટું સ્પષ્ટ પ્રમાણ હોવાનું આપણે
જાણી શકીએ છીએ જેમાં કશોય વિસંવાદ નથી. ૨૬. બેમાંની પૂર્વની તિથિ ફલ્યુ હોવાથી પહેલી પૂનમને કે અમાસને ચૌદશ પર્વતિથિ
કેમ બનાવી શકાય? પહેલી ૧૫કે અમાસ, પૂનમ કે અમાસ વિગેરે તરીકે ફલ્યુ છે પરંતુ બીજા કોઈ દિવસ તરીકે ગણવામાં ફલ્યુ નથી હોતી એ સ્પષ્ટતા “તત્ત્વ તરંગિણિમા” કરેલી જોવામાં આવે છે તથા બીજા દિવસેને સંપૂર્ણ પર્વતિથિ બનાવેલી હોવાથી પણ, પહેલી તિથિ પણ પહેલી તિથિ રૂપે ન રહી તેથી ફલ્યુ એટલે પણ પૂર્વની આખી તિથિ તરીકે તેને માનવામાં હરકત રહેતી નથી અન્ય તરીકે ફલ્થપણું ગણેલું નથી. જો - કે ટિપ્પણામાં પ્રઘોષથી કરાતા ફેરફાર પણ વાસ્તવિક રીતે પદાર્થ – વ્યવસ્થા દૃષ્ટિથી તો ઉપચાર રૂપ હોય છે – આ બધી વ્યવસ્થા ઉપચારના આધારરૂપ હોય છે કેટલાક ઉપચાર અનિવાર્ય હોય છે, તેથી ઉપચરિત પદાર્થને પણ સાક્ષાત્ પદાર્થ તરીકે માનીને, તેનો ઉપયોગ કરાતો હોય છે કરવાનો હોય છે, અને તે વિહિત અને પ્રમાણિક પણ ગણાય છે. પ્રઘોષનું કાર્યક્ષેત્ર જ લગભગ ઉપચાર કરાવવા પૂરતું છે. માટે ઉપચારથી બધી વ્યવસ્થા બની શકે છે. આ વધુ સૂક્ષ્મ સ્પષ્ટતા છે. આ વિષયમાં પણ ઉપચાર માનવાનો કોઈથીયે સર્વથા નિષેધ કરી શકાય તેમ તો નથી જ. ઉપચારને ઠીક ભાષામાં સંસ્કાર પણ કહી શકાય. વ્યાકરણમાં આવા ઘણા દાખલા હોય છે. નહીંતર, ક્ષયપ્રસંગમાં જેટલી ઘડી પર્વતિથિ હોય તેટલો જ વખત પર્વતિથિ બોલાય,
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org