________________
(૫) (પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ (રાજકોટવાળા)નો પૂજ્યપાદ આચાર્ય
દેવશ્રી પ્રેમસૂરિજી મહારાજ સાહેબ ઉપર લખાયેલો પત્ર) ૧૨ લોઅર ચીતપુર રોડ, ર જે માળે રૂમ નં. ૧૭ કલકત્તા ૧
પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પરમ પવિત્ર સેવામાં ૧૦૦૮ વાર વંદના. મું. પિંડવાડા વિ. ચારિત્ર ચૂડામણિ આપમહાત્માપુ આત્માતા પ્રસિદ્ધ છે. વીતરાગ પરમાત્માના ધર્મ પ્રત્યેનો આપશ્રીનો અવિઘટક રાગ પ્રશંસનીય છે. સાથે જ સરળતા ભક્તિ - અતિચાર ભીરૂતા આપશ્રીના અનન્ય ગણાય છે. ખરેખર આપજેવાના પુનિત ચરણથી પૃથ્વી પુન્યવતી છે. જેથી પાપડંબર વિજય પામી શકતો નથી.
( પત્ર લખવાનો વિષય શ્રી પર્યુષણ પર્વમાં થતા બે ભેદ વિષે, બે અમાસના પ્રશ્ન વિષે છે.
(૧) શ્રી પર્યુષણા જેવા મહા પર્વાધીરાજમાં ભિન્ન આરાધના દિવસો એ પર્વાધિરાજની આશાતના બની જાય છે. પરસ્પરની માન્યતા વિરુદ્ધ અનાદર એ પરંપરાએ સુક્ષ્મતાએ શ્રી મહા પર્વની આશાતના સુધી પહોંચી જતી હોય છે. કેમકે જે મહાપર્વનો નામોચ્ચાર પણ પરમ ભક્તિ ભાવ ભર્યા લ્કયોલ્લાસથી કરવા યોગ્ય છે. તે શ્રી પર્યુષણા હેજ પણ જુદી જુદી રીતે લોકોની જીભ અને દાંત વચ્ચે ચવાય એટલી પણ આશાતના છે.
(૨) બાર તિથિની બાબતમાં કદાચ આપશ્રીને હજી પણ કાંઈ વિચાર કરવા જેવું લાગતું હોય તો તે જુદી વાત છે, પરંતુ આ વખત પુરતો શ્રી પર્યુષણા મહા પર્વની ભક્તિ અને સન્માન ખાતર દરેક સાથે આરાધના કરે એવો આપણા સમુદાયને આદેશ આપવામાં શી હરકત છે? * (૩) બાર તિથિની બાબતમાં ભલે સાચી માન્યતા હોવા છતાં પરમાત્માના બંધારણીય જૈન શાસનની શિસ્તને માન આપવાને હીસાબેશિસ્ત વિરુદ્ધ ભરાયેલા પગલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org