Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ મુનિ ઉપવાસ કરે છતાં ગુરુ આજ્ઞા કરે તો વધેલી ગોચરી વાપરી જવામાં ઉપવાસનો ભંગ નથી, અને એક વખત એ પ્રમાણે જોઈને બીજી વખત ગુરુ આજ્ઞા વિના વધેલી ગોચરી વાપરી જાય તો ઉપવાસ ભાંગે કેમ કે ગુરુની આજ્ઞા થઈ નથી મેળવી નથી. આમાં ઉપવાસ શાશ્વત ધર્માચાર છે, ત્યારે ગુરુ આજ્ઞાથી વાપરવું એ શાસનનો બંધારણીય નિયમ છે. યદ્યપિ ધર્મ મુખ્ય છે. પરંતુ તેનો આધાર શાસન ઉપર છે. માટે શાસન મુખ્ય છે, જ્યારે આજે તેની જ મોટા પાયા ઉપર ઉપેક્ષા થઈ રહી છે કેમ કે સર્વોપરિ ગણાતું ધર્મ ઉપર પણ ગણાતું વર્તમાન બાહ્ય શાસન તેના કાયદા તેના અમલદારો તેનું પબ્લીકની મિલ્કતો માનીને સાંપત્તિક રક્ષણ વિગેરેની અગત્ય પણે એવી અસર પડી છે કે બધું ઠીક ઠીક ચાલતું હોય તેમ દેખાય છે અને પરંપરાગત શાસન સંઘ શાસ્ત્રના આશ્રયમાં ઉલ્ટી વધારે ગુંચવણો ખેંચા – ખેંચી જણાઈ આવે છે તેથી પણ તેની ઉપેક્ષા કરીને જમાનાના નામે બાહ્ય ચીજોના આશ્રયથી કામ લેવાય છે. આથી ધર્મ પ્રવૃત્તી વધી છે. પરંતુ તે શાસન અને શ્રી સંઘની શિસ્ત અને બંધારણીય નિયમો વિરુદ્ધ વધેલ છે. તેથી પારમાર્થક દૃષ્ટિથી ‘ભૌતહન્દુ ઃ પાદસ્પર્શ નિષેધનમ્’ જેમ વિકાર થવાથી દિવસે દિવસે ધર્મશાસન શ્રી સંઘ વિગેરેનો પ્રભાવ હતપ્રહત થતો જાય છે. એટલું જ નહિં પરંતુ પોપટની માફક શાસન – સંધ – શાસ્ત્રના અનેક વખત નામ લેવાય છતાં તેનું અસ્તિત્વ ન હોય તે ખ્યાલ જ વધતો જવાની સ્થિતિમાં મુકાતો જાય છે. આગળ જતાં તેનુ અસ્તિત્વ એટલું ભુલાતું જશે અને તેની ઉપેક્ષા એટલી બધી વધી જશે તેમજ તેને સ્થાને બીજા જ તેવા જ ભળતા તત્વો એવા દાખલ થઈ જશે કે તે બાબતોના અસ્તિત્વ તરફ જ મુનિઓ વિગેરેનું પણ દુર્લક્ષ્ય થઈ ગયું હશે. પાંચ આચારના પાલનને જ શાસન માની લઈ તેની ભયંકર ઉપેક્ષા વધતી જશે કેમ કે વર્તમાન આચાર્ય મહારાજાઓના માનસમાંથી પણ જ્યારે લગભગ ઉપેક્ષીત જેવી સ્થિતિમાં છે. વિદેશિઓની ચાલ ધર્મારાધન વધારી ને તેમાં શાસનની ઉન્નતિ મનાવી ને તેની ઉપેક્ષા કરાવવાની છે. કેમ કે એ તત્વો કાયદાથી પોતે હાથમાં લીધેલા છે અને તેમાં વધારો કરવાના પ્રયત્નોમાં છે. તેમાં આપણો વિરોધ નથી પરંતુ તેમાં આડકતરો સહકાર હોય છે કે જે આપણા લક્ષ્ય બહાર હોય છે. Jain Education International ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58