Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ मार्गभेदस्तु य: कश्चिन्निजमत्या विकल्प्यते । स तु सुंदरबुद्ध्यापि क्रियमाणो न सुंदर : ॥ (દ્વારા દ્વારા માશુદ્ધિ ૦૬-૨૬) નીચે લીટી કરેલા શબ્દો ખાસ વિચારમાં લેવા વિજ્ઞપ્તિ છે. તે જ દ્વાદશ દ્વાત્રિશિકાની પાંચવી - છઠ્ઠી ગાથા અને તેની ટીકામાંની ગાથા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ચાલુ બાબતમાં માર્ગદર્શક બને તેમ છે. આ ઉપરાંત, સંઘાચાર વૃતિમાં પૃષ્ઠ ૩૯૩ ઉપર મૂલ ગાથા ૫૧ મી છે. તેની ટીકા વાંચી જવા જેવી છે. તેમાં ગીયર્થી અવારિયતી પદ વિચારવું, ત્યારે બાર તિથિની બાબતમાં વારણા પ્રસિધ્ધ છે. એકંદરે ૪૯ - ૫૦- ૫૧ ત્રણે ગાથાની ટીકા વાંચી જવા જેવી છે. ગાથાઓ તો માત્ર દિગદર્શન રૂપે ટાંકી છે. આપશ્રી સામે તો શાસ્ત્ર પાઠો અનેક જાતના ઘણા જ હશે, પરંતુ ઉપરના શાસ્ત્ર પાઠો પણ બારતિથિના અશિસ્તથી કરેલા પરિવર્તનને વળગી રહેવામાં સહાયક રહેતા નથી. (૨૨) એકવાર અમલ કર્યો કે હવે તેમાં ફેરફાર કેમ થાય આ પ્રશ્ન ભવભીરુન જ કરે તેમાં આરાધના છે. શ્રી ગૌતમસ્વામી, ભગવાન પાસે હારી ગયા તો શું નુકશાન થયું. તો જ મોક્ષ પ્રાપ્તિ થઈ. જીતીને ઘેર ગયા હોત તો નસીબમાં સંસાર જ લખાયેલો હતો. તે માટે કેટલીક વાર હારમાં મહાજીત છુપાયેલી હોય છે અને જીતમાં મોટી હાર છુપાયેલી હોય છે. માટે આત્માર્થી સંવિગ્ન પુરુષો પારમાર્થીક લાભાલાભ જુએ છે. (૨૩) તો બારતિથિની બાબતમાં જો અંતરઆત્મા શિસ્તની પણ ભૂલ હોવાનું કબુલ કરતો હોય તો તે સુધારી લેવામાં વિલંબ કરવો એ આત્મા ઉપર બોજો રાખવા બરાબર છે. પરભવમાં શું? તેમાં થોડો વિલંબ બહુ જ આવશ્યક કરવો યોગ્ય લાગતો હોય તો શ્રી પર્યુષણ પર્વની વિરાધનાથી બચવા બચાવવા તેમાં તો તેટલા પુરતો આદેશ સર્વ આજ્ઞાવર્તઓને વેલાસર આપી દેવો જોઈએ. તપાગચ્છના અગ્રગણ્ય આચાર્ય મહારાજાઓ જે વાતને માન્ય રાખે છે. કોઈ માન્ય ન રાખતા હોય એવી વાત પ્રસિદ્ધ કરવામાં જોખમ છે. એટલાથી તેની વિચારણાનો અધિકાર નથી રહેતો એમ નથી. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વિચાર કરતા મને એમ જણાયું છે કે બાર તિથિ પટ્ટકનો વિષય જ નથી કદાચ શ્રી સંવત્સરિ એનો વિષય સંભવે. 39 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58