________________
તેમજ શિષ્યાદિ પરિવારમાં વિરોધ પ્રવર્તતો હોય તો તેમને સમજાવી લેવા. તેઓ આજ્ઞા પાળવા બંધાયેલા છે જ. છતાં તેઓશ્રીની કોઈ પણની મહત્ત્વની અને પ્રામાણિક દલીલ વિગેરે હોય તો તેને ધ્યાનમાં લેવા જ જોઈએ. પરંતુ તેનામાં દલીલ માત્ર જ કે આગ્રહ માત્ર ન હોવા જોઈએ. તે કસોટી પર ચડાવી દેવા જોઈએ. ‘આગળ ઉપર જોવાશે’ એ કોઈ મહત્ત્વનું કારણ કે દલીલ નથી. એક તરફ મહાશાસન અને એક તરફ બાલજીવો છીએ. એક તરફ તેની અપભ્રાજના નિવારણ. આજે તેની મહાઉપેક્ષા થઈ રહી છે. એટલે કે તેનું, તેની શિસ્ત, તેના બંધારણીય નિયમોનું અસ્તિત્વ જ ન હોય તેવા વલણ આપણા શ્રી સંઘમાં ઘણા તરફથી લેવાઈ રહ્યા છે. તે સ્થિતિમાં દિવસો કાઢવા કેટલું શાસન ઉપર જોખમ છે ? માટે તાબડતોડ ઘટતો પત્ર વ્યવહાર કરી છેવટે આત્માની શુદ્ધિ માટે પણ આ પગલું ભરવું મને તો યોગ્ય જ લાગે છે.
આ વાત તરફ આપશ્રીનું ખાસ લક્ષ્ય ખેંચ્યું છે આપના જેવા મહાત્માઓ ન્યાયને સમજનારા છે. આત્માર્થી છે. તેથી આપણી માન્યતાને વળગી રહેવાનો આગ્રહ ન હોવો જોઈએ કે જે સુધારવા જેવો હોય.
આ વિસ્તૃત પત્ર કોઈની પ્રેરણાથી લખાયેલો નથી. પરમાત્માના શાસનના સતત શુભ ચિંતનમાંથી મળેલી પ્રેરણાથી લખાયેલો છે. હું નથી જાણતો કે સારી કે માઠી કેવી અસ૨ ક૨શે ? કોઈ શુભ પરિણામ ને લાવશે કે કેમ તે હું કહી શકતો નથી. શુભ ઈરાદાથી લખેલો છે. તેની ખાત્રી આપી શકું છું. કોઈને ખોટી દોરવણીની ભાવનાથી લખેલ નથી. છતાં તેમાં કોઈ પણ આશય દોષ, તર્ક દોષ, અવિનય, અવજ્ઞા, ઉત્સૂત્રતા વિગેરે કોઈ પણ હોય કે જણાય તો તે વિષે મિચ્છામિ દુક્કડં દઉં છું. પ્રયાસ કરતાં કદી પણ સફળ થાય માટે પ્રયાસ શુભ ચાલુ રાખવાના ઈરાદાની સફળતા માત્રથી પણ મને તો સંતોષ છે. હું પત્રનો ઉત્તર માંગતો નથી. આપશ્રીને યોગ્ય લાગે તો લખશો, નહિતર કાંઈ નહિં. આનો અમલ કરવા ન કરવા સાથે મારે કોઈ સંબંધ નથી. આપશ્રીનો અંતર આત્મા કહે તેમ કરવા આપશ્રી જાતે મુખત્યાર છો. આ પત્ર આપ શ્રી પુરતો જ ખાસ છે. આપશ્રીને યોગ્ય લાગે તેમને કે તેમની પાસે વંચાવવા હરકત નથી. લીખીતમ્ – સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વાર વંદના.
મારી પાસે બીજી નકલ નથી યોગ્ય લાગે તો નકલ કરાવી લઈ આ કોપી મને મોકલવા કૃપા કરવા વિજ્ઞપ્તિ છે. આપને ઉચિત લાગે તો, મારો આગ્રહ નથી.
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org