Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ આમ અનેક ક્રમ હોય છે. જ્ઞાતી, પંચ, શ્રી સંઘ, મહાજન સંસ્થાઓમાં આવી પદ્ધતિઓ હોય છે. જેનો હાલમાં આપણને પરિચય નથી. હાલના બહુમત અને હાલની કોર્ટોના કામ કાજોનો સામાન્ય ખ્યાલ હોય છે. કોર્ટ સર્વોપરી મનાએલી હોવાથી જુદા - જુદા કેસ તરીકે એકી સાથે જુદા - જુદા જજો પાસે કેસ જુદી – જુદી બ્રીફો મારફત જુદા જુદા કેસ એકી સાથે ચલાવી શકાય છે. પરંતુ તેના ઉપર ન્યાયની જવાબદારી નથી તેથી માત્ર આધુનિક કાયદા પ્રમાણે ફેસલા આપનાર સંસ્થા હોય છે. જ્યારે આજે રાજ્ય જ્ઞાતી – સંઘ-મહાજન શાસન માટે ન્યાયને ચડીયાતો હોય છે તેથી આજના ન્યાય અને આપણા ન્યાયમાં આકાશ પાતાલનું અંતર છે. માટે અન્યની ભૂલોને આગળ કરીને આપણને આપણી માન્યતા પકડી રાખવામાં આગ્રહમાં ન રહેવું જોઈએ. જે યોગ્ય ન્યાયી અને ઉચિત નથી તેમાં આગ્રહ તત્વ દાખલ થતું હોય છે. આરાધના ન જળવાય. (૧૬) આટલી વિચારણા પછી શું કરવું તે તો આપશ્રીની ઈચ્છાની વાત છે તેમાં કોઈ મહત્ત્વનું કારણ હોય તો મારો કોઈ આગ્રહ નથી. પરંતુ જે કોઈ શાસનના નિયમો સિદ્ધાંતો તરફનું કા૨ણે હોય તો મારે કાંઈ કહેવાનું રહેતું નથી બીજા કારણને મહત્ત્વ ન આપી શકાય. જે કરવું તે મક્કમ પણે સ્પષ્ટ રીતે જ કરવું અને નિભર્યતાથી છડે ચોક કરવું તેમાં આરાધના છે. પાછળથી તેમાં પસ્તાવો થાય તેમ ન થવું જોઈએ. પહેલા બરાબર વિચારવું તપાસવું, પરંતુ કર્તવ્ય લાગ્યા પછી કોઈનીયે દાક્ષીણ્યતા રાખવી તે વિરાધના તરફ લઈ જાય. (૧૭) પટ્ટકને બાર તિથિની બાબતમાં અવકાશ નથી, કેમ કે તેમાં એક તરફ સકલ તપાગચ્છ સંઘ અને એક તરફ એક પક્ષ છે. પટ્ટકને અવકાશ માત્ર સંવત્સરીની બાબતમાં છે. પરંતુ ક્યારેક એક નિર્ણય અશક્ય બની જાય ત્યારે પટ્ટક ક૨વો જ પડે. બાર તિથિની બાબતમાં પટ્ટકનો નિયમ લાગુ પાડવો તે પણ ન્યાય વિરુદ્ધ છે તેમાં શાસનની શિસ્તની મર્યાદા જાણનાર સમ્મત ન પણ થાય અને તેવી અઘટીત માગણીનો સ્વીકાર ન થાય અને વખત લંબાય તેથી શાસનમાં અસમાધિ ઉભી રહે તેના દોષના ભાગીદાર આપણે બની જઈએ તેથી બાર તિથિની બાબતમાં પટ્ટકને અવકાશ હોય એવો કોઈ તર્ક મને સમજાતો નથી. (૧૮) સં. ૧૯૫૨ પહેલા બાર તિથિની બાબતમાં અરાજકતા હતી એમ કદાચ હોય છતાં ૧૯૫૨ પછી તો એક ધારી આચરણા રહી છે. છતાં સંવત્સરિની વિચારણા પ્રસંગે તેનો વિચાર કરવાનો રહેવાનો જ છે. Jain Education International ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58