Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ વચનાત્ કિંન ભવતિ? આપ્ત પુરુષોની આજ્ઞાથી શું નથી થતું? એ વાતનું પ્રમાણ માનીએ તો? અલબત્ત, આત પુરુષોની આજ્ઞાના પ્રબળ પ્રમાણો હોવા જોઈએ. ખાલી વાતથી ન ચાલે એ દીવા જેવી વાત છે. મને લાગે છે કે તમારી પુસ્તકમાં જે વિધાનો થયા છે. તેમાંથી ઉપજતાં ઉપરના પ્રશ્નોના બંધ બેસતા પ્રમાણ ભૂત જવાબો મળવાથી આ વિષયમાં ઘણા વખતથી અભ્યાસ કરવાની જે મારી ધારણા હતી તેમાં ઘણી સફળતા મળવાની હું આશા રાખું છું. કશેક સામાન્ય છાંટસિવાય આ પુસ્તિકાને આક્ષેપ વિક્ષેપથી પર રાખવામાં જે કાળજી લેવાઈ છે તે ખરેખર આવકાર પાત્ર છે. આ જ મધુર શૈલીથી આગળની ચોપડીઓ લખાશે તો ઘણા લાભ થવાની આશા રહે છે. પંચાગ કયું માનવું? તે વિશેના પ્રશ્નો રજુ કરવામાં નથી આવ્યા. કેમ કે પંચાગ ગમે તે માનવામાં આવે, પણ તેને લીધે પણ ઉપરના જ મુખ્ય પ્રશ્નો ઉપસ્થિત થવાના. મારા પ્રશ્નમાં વધારે સચોટતાથી કે વધારે વ્યવસ્થિત સમજવા પ્રશ્ન પુછાયેલ છે. તો તેટલાથી ચોકવાનું કાંઈ કારણ નથી. કેમ કે તેવા પ્રશ્નોથી વસ્તુ સ્થિતિ સાચી બહાર આવે અને સત્ય વધારે કસોટીએ ચઢીને વધારે સ્વચ્છ થાય એ ઉદેશ છે. માત્ર ખંડન - મંડનના ઉદેશના વિના જિજ્ઞાસા બુદ્ધિથી પૂછાયેલા પ્રશ્નો અભ્યાસમાં મદદગાર થાય છે. જેના જવાબ ન આપી શકાય તો તે માટે પ્રયત્ન ન કરવો જ યોગ્ય છે. વિશિષ્ટ જાણકારથી માહિતી મેળવીને જણાવવા માટે વધારે યોગ્ય લાગશે. વાદવિવાદ કે ખેંચાખેંચીથી જવાબ આપવાની જરૂર નથી. સરલતાથી આપી શકાય તે જ જવાબ આપશો. કારણ કે તેથી મનનું સમાધાન થશે નહીં. મનમાં ગુંચવાડા ઉભા જ રહેશે. * મારો વિચાર આ વસ્તુ ઠેઠ સુધી સમજી લેવાનો છે. તે સફળ ન થાય. પછી ભલે કદાચ તમારી સામે પ્રશ્નો ન કરે. માટે શાન્તિપૂર્વક તર્કશુદ્ધ રીતે અને પ્રમાણ પૂર્વક ખુલ્લી રીતે જવાબ આપશો યા આગામી પુસ્તિકામાં સ્પષ્ટ કરશો તો વધુ યોગ્ય થશે. માણસે શું કરવું એ જુદી વાત છે અને સમજીને નિર્ણયાત્મક થઈને તે આધારે કરવું એ જુદી વાત છે. માટે પ્રશ્નના સમાધાન સંતોષ ઉત્પન્ન કરે તેવી રીતે ગુંચવણ વિના આપશો એવી આશા રાખું છું. પ્રશ્નોમાં કાંઈ પરસ્પર વિરુદ્ધ હોય તો તે સ્પષ્ટ કરવા વિજ્ઞપ્તિ છે. કારણ કે પ્રશ્ન તો હમેંશા એવા જ હોય. જો પ્રશ્નમાં ભૂલ ભરેલી બાબતો ન હોય તો પછી પ્રશ્ન તે પ્રશ્ન ન ગણાય. તે જ સમાધાન ગણાય. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58