________________
સુધારવામાં જ આત્માર્થીની આત્માર્થતા ચરિતાર્થપણું પામે છે. શાસનના અનન્ય ભક્ત જીવો પરમાત્માના શાસનની શીસ્તને માન આપવામાં જરા પણ વિલંબ થાય તો તેમનો આત્મા કમકમી ઉઠતો હોય છે. કેમ કે પરમાત્માએ ઉપદેશેલા પાંચ આચારમય શાશ્વતધર્મ કરતાએ શાસનની મહત્તા વધારે છે. કેમ કે શાસન પર્વનું આધાર પાત્ર છે. પરમાત્માની ભાવના પણ “સવી જીવ કરું શાસન રસી' ની હોય છે. શાસનરસીપણામાં ધર્મરસીપણું સમાય છે. શાસન એ વિશ્વોપકારનું અગ્રીમ સાધન છે. તે સ્થાપવાને લીધે શ્રી સિદ્ધ ભગવંતો કરતાં શ્રી અરિહંત ભગવંતોને પહેલો નમસ્કાર છે. “નમો તિર્થીમ્સ'માં પણ મુખ્યતયા પ્રવચન શાસન-તીર્થને નમસ્કાર છે. શ્રી સંઘ શાસનનો સંચાલક હોવાથી તેની પ્રધાનતા એ તિત્યસ્સ નો અર્થ પૂર્વાચાર્ય મહારાજાઓએ કરેલ છે. તીર્થ શબ્દનો મુખ્ય અર્થ બંધારણીય સંસ્થા છે. છતાં શ્રી ચતુર્વિધ સંઘ અર્થ પણ કરવામાં આવેલો છે. ખરી રીતે ધર્મ તંત્રના પાંચ સ્તંભ છે.
૧) શાશ્વત ધર્મ - પાંચ આચાર રુપ - ૨) શાસન સંસ્થા - તીર્થો - પ્રવચન - પાંચ વ્યવહારરુપ બંધારણ પૂર્વકની તીર્થકર પ્રભુએ સ્થાપેલી કલ્પવૃક્ષ જેવી મહાવિશ્વસંસ્થા. - ૩) શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ - ઉપરોક્ત મહાસંસ્થાનું જવાબદારી અને જોખમદારી પૂર્વક સંચાલન કરનાર અધિકાર સંપન્ન વર્ગ. અનુયાયીઓમાંથી અધિકારીઓ નિયુક્ત કરવામાં આવતા હોય છે. - ૪) દ્વાદશાંગી અને તંદનુસારી શાસ્ત્રો, માર્ગદર્શક ધર્મ શાસ્ત્રો જેમાં વિશ્વ વ્યવસ્થા, નવ તત્વો - સંખ્યાબંધ વિજ્ઞાનો, હેયોપાદેય રૂપ તત્વજ્ઞાન, છ સ્થાન, ચાર " પુરુષાર્થ, પાંચ આચાર, શ્રી શાસનના બંધારણીય નિયમો - વ્યવહારો, શ્રી સંઘના શ્રી ગણધરાદિક અધિકારીઓના અધિકારો, શાસ્ત્રોના પઠન પાઠનની પદ્ધતિઓ ધાર્મિક સંપત્તીઓના ઉપયોગ વ્યવસ્થા રક્ષણ વગેરે વિશ્વકલ્યાણકર માર્ગદર્શન જેમાં ભરપુર છે તે શાસ્ત્ર.
૫) ધાર્મિક સંપત્તિઓ – પાંચ આચાર શ્રી શાસન શ્રી સંઘ શ્રી આગમની આરાધનામાં અનેક અનુષ્ઠાનો, પ્રત્યેક અનુષ્ઠનોના અનેક વિધિઓ, પ્રત્યેક વિધિઓમાં ઉપયોગી થતા ઉપકરણો સાધનો વિગેરેનો ધાર્મિક સંપત્તિઓમાં સમાવેશ થાય છે.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org