________________
( ૭) “પ્રઘોષ ઉપરથી જૈનમતમાં પર્વતિથિ નો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ પણ માનેલી છે. આ કેવી રીતે નિશ્ચય કરી શકાય? કારણ કે જૈન ટીપ્પણા પ્રમાણે તો ક્ષય વૃદ્ધિ ની રીત જુદી છે. જે આપે આપેલી છે. પ્રધોષતો લૌકિક ટીપ્પણીને આધારે પર્વતિથિ ની વ્યવસ્થા કરે છે. અને બીજી તિથિ વિશે વ્યવસ્થા નથી એમ પ્રથમ દર્શને વિદ્યાર્થીને સમજ પડવી મુશ્કેલ છે. પ્રમાણ આપ્યા પછી કદાચ તેને સમજાય પણ આના ઉપરથી એવો પણ અર્થ કેમ ન થાય? કે લૌકિક ટીપ્પણાંમાં પર્વતિથિનાલયવૃદ્ધિ હોય છે. તેને આ પ્રઘોષ ઉડાડી દઈને પૂર્વની અને પર તિથિને પર્વતિથિ તરીકે સ્થાપે છે. અને એ રીતે આ પ્રઘોષને જ આધારે જેને મતમાં પર્વતિથિની ક્ષય અને વૃદ્ધિનઆવે. એમ કોઈ કહે તો તેને કયા પ્રમાણથી રોકી શકાય? આનો પણ ખુલાશો કરવો જોઈએ. બે વસ્તુ સંભવીત બને ત્યારે પ્રબળ પ્રમાણ વિના કોઈપણ એક વસ્તુ નિર્ણાયક રૂપે સ્થાપી શકાતી નથી. અને જૈન મતમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય, આવી ચાલી આવેલી પરંપરાગત વાત પણ ઉપરનો બીજો અર્થ કાઢવાના પ્રમાણ તરિકે રજુ કરે, તો તેનો નિષેધ શી રીતે કરી શકાય? આનું પણ સમાધાન આપશો.
૮) પર્વતિથિચર્ચા સંગ્રહમાં જે જૈન ટીપ્પણાની ૧૮૭૦ની સાલનું હોવાની વાત કરવામાં આવી છે. પરંતુ ૧૮૭૦માં તો જૈન ટીપ્પણ તો સંભવજ નથી કેમ કે તે ઘણા વખતથી વિચ્છેદ હોવાની વાત આપે જ લખી છે. પરંતુ તે ટીપ્પણું પણ લૌકિક જયોતિષ ભણેલ કોઈ જૈન મુનિશ્રી એ કે જતિએ ટીપ્પણ ટાસણ બનાવ્યું હોય અને તેણે લૌકિક
જ્યોતિષના આધારે પર્વતિથિના પણ ક્ષય વૃદ્ધિ બતાવ્યા જ હોય અને એ રીતે બતાવવા જ પડે તેમાં પાછા જૈન પર્વો જુદા બતાવ્યા હોય એટલા ઉપરથી જૈન પર્વોની ક્ષય વૃદ્ધિ કાયમ રખાતું હોવાનું આપણે બીજાને ગળે ઉતરાવી શકીએ નહીં. કારણ કે આજ થાય છે તેમ લૌકિક ટીપ્પણું તેમણે તૈયાર કર્યું હોય, અને આજ દરેક ધર્મના પર્વે અપાય છે તેમ અથવા ભીંતીયા પંચાગમાં હાલની શૈલી પ્રમાણે બાજુમાં જૈન પર્વો દર્શાવ્યા હોય, એટલા ઉપરથી જૈન પર્વો ના ક્ષય વૃદ્ધિ કાયમ રખાતા હતા એમ ઠસાવી શકાય નહીં કેમ કે તેના તર્કનું પ્રબળ પ્રમાણથી પ્રથમ શમન કરવું પડે તે ખુલાશો કરશો.
૯) તે ટીપ્પણામાં પર્યુષણામાં શ્રાવણ વદી ૧૧ થી શરૂ કરવામાં આવેલ છે. વદ ૦)) (અમાસ) નો ક્ષય કર્યો છે. અને ભાદરવા સુદ – ૪ બે કરી છે. તો બીજી ચોથે સંવત્સરી કરાય તો શ્રાવણ વદ ૧૨ થી પર્યુષણા બેસાડવા પડે. ભલે અમાસનો ક્ષય હોય. પર્વોમાં અમાસનો ક્ષય અને સુદ-બે નહીં હોય. ટીપ્પણામાં તેમ હશે તે આપ બરાબર
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org