Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ સાદાઈ રાખવા છતાં દરેક બાબતોને પહોંચી વળવા ને ઘણા પરિમીત પણ સાધનો તો જોઈએ જ, એટલા ઉપરથી તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં પરિગ્રહધારી એકદમ કહીંદેવાનું ગળે ઉતરતું નથી. છતાં કોઈએ તેના દુરઉપયોગ કર્યો હોય તો તેને પરિગ્રહધારી કહેવામાં વાંધો પણ નથી. પરંતુ બે માંથી એક વસ્તુ સ્થિતિનો નિર્ણય કરીને ગુણી કે દોષી ઠરાવી શકાય. તેમના હાથમાં ધર્મનું સુકાન હોવાથી તે તોડવાના પણ વિદેશીયોના આડકતરા પ્રયાસો તે વખતે થયા છે, જેને પરિણામે આજે નિર્ણાયક્તા પ્રવર્તે છે. એ ઉપરથી જતિઓના શિથિલાચાર નો બચાવ કરવાનો અમારો આશય નથી, પરંતુ તે વખતના સંધિ વિગ્રહ કાળ અને રાજ્યક્રાંતિઓના સમયમાં ગમે તેમ કરીને શાસનની જે પ્રમાણિકપણે તેઓએ રક્ષા કરી હોય તો તેઓના જ્ઞાન ચારિત્ર કદાચ ન પણ હશે તો પણ તેઓની દર્શન વિશુદ્ધિ ને વખાણ પાત્ર ગણવાની રહે. કારણે કે આજના કરતાં તે વખતે જૈન સંઘ વધારે પાવર ફૂલ શક્તિશાળી હતો. આજના કરતાં ઘણી દ્રવ્ય અને ભાવ બાબતો સાચવી રહ્યો હતો, તેથી એમાં બધાય પતિત જ હશે. એમ માની લેવા ને કારણ નથી. જરૂર પતિત પણ હશે જપરંતુ બધાને એવા કેમ માની લેવાય. તે વખતના આગળ પડતાં મુનિઓ કે શ્રાવકો જેમ તેમ જેને તેને માનતા થઈ જાય એમ માનવું વધારે પડતું છે. અલબત્ત તેવા તે વિશિષ્ટ શક્તિશાલીઓ નહીં હોય પણ જે હશે તે બીજાની અપેક્ષાએ ઠીક હશે. ધરણેન્દ્રસૂરિજી માટેનો દાખલો તો વૈષ્ણવોના આચાર્ય દામોદર લાલજી જેવો છે. કેમ કે ધર્માચાર્યોને ઈરાદાપૂર્વક નબળા પાડવાના પણ પ્રયત્નો ન થયા હોય એમ એકાંતથી કહી શકાતું નથી. માટે જતિ કાળની દરેક બાબતો નિદૈનીય જ એમ જે વચલા સમયમાં મનાઈ ગયું છે તે વિષે ફરીથી વિચાર કરવાની તક આવી ગઈ છે. માટે ગુણ દોષ રૂપે ન ગણતાં દોષ દોષ રૂપે ગણાય તે ઈષ્ટ છે. પ્રશ્ન રૂપે અમો તો અમારા વિચાર બતાવ્યા જેથી આપને તેનું યોગ્ય સમાધાન કરવાનું સુલભ થાય. ૧૨) શ્રીપૂજયો એકાંતથી અંધાધુંધી ચલાવતા હતા, એમ કહેવું વધારે પડતું જણાય છે. કેમકે કેટલીક પરંપરાગત વાતો તેઓ પાસે વધારે હતી. એટલે અંધાધુંધી ન હોતી એમ પણ કહેવાનું નથી. બંનેનું પૃથક્કરણ કરવું જોઈએ. કઈ કઈ બાબતોમાં અંધાધુંધી હતી અને કઈ બાબતમાં ન હોતી એમ પૃથક્કરણ કરવું જોઈએ. માત્રતિથિની બાબત માંજ અંધાધુંધી હતી એમ કહેવું એક પાક્ષિક ગણાય. તિથિની બાબતમાં તેઓ સ્પષ્ટ હોય, અને બીજી બાબતોમાં અંધાધુંધી હોય, તેને બદલે તિથિની બાબતમાં અંધાધુંધી કહેવાનું બરાબર નઠરે. માટે તો પૃથક્કરણ બાદ કઈ બાબતમાં અંધાધુંધી અને કઈમાં નહીં? તે કહેવાય. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58