Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ ૧૩) બે અમાસે બે પુનમે બે તેરશ તેના પુરાવા અંધાધુંધીના વખત પહેલાં ન મળે તો તે વાત બરાબર છે. પણ તે વખત પહેલાં મળી આવે તો તે વિચારણીય બની જાય. તે પહેલાના પૂરાવા નથી એમ આપે ખાત્રી કરી લીધી હોય તો જણાવશો પછી અમને તે માનવા સામે વાંધો નથી. પરંતુ ખોટા કે ખરા પ્રથમની કોઈ વાત ને આધારે તેઓ એમ બોલતા હોય, તો તેઓ એ જ અંધાધુંધી ચલાવી છે એમ ન કહી શકાય. જેમ કે શ્રી જિનવલ્લભસૂરિજી ની પહેલાના છ કલ્યાણકનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ મળી આવે તો તેમણે જ તે ચલાવેલ છે, એમ આક્ષેપ ન કરી શકાય. ૧૪) પર્વતિથિની ક્ષય વૃદ્ધિની બાબતમાં તો પહેલાં પ્રશ્ન આવી ગયો છે. ૧૫) હવે જે સાધુ વર્ગનિરાધાર રૂઢીઓની અપ્રામાણિક્તા સિધ્ધ કરવા તનતોડ મહેનત કરે છે તેના પૂરાવા તેઓ શા આપે છે? તેની પ્રામાણિક્તા અપ્રમાણિકતા શા પ્રમાણોથી નક્કી કરવામાં આવે છે? ૧૬) શ્રીઝવેર સાગરજી મહારાજનું હેન્ડબીલ વાંચતા તે વખતે પણ તિથિનો વિવાદ તો જણાય છે. શ્રી પૂજયે વડાકલ્પનો છઠ્ઠને ઊભો રાખ્યો ત્યારે શ્રી ઝવેર સાગરજી મહારાજશ્રીએ છ8 ને માટે કાંઈ ઉલ્લેખ કર્યો નથી તો તેનું શું થયું હશે? શું? કલ્પ અને ચૌદશના એમ બન્નેયના એક જ ઉપવાસથી ચલાવાયું હશે? એ શંકા ત્યાં ઉભી થાય છે. મારી નમ્ર સમજ મુજબ કલ્પઘરનો છઠ્ઠ એના બાહ્ય સ્વરૂપથી જણાય છે. ચૌદશ પર્વતિથિ હોવાથી ઉપવાસ અને અમાસ કલ્પસૂત્રનો વાંચન દિવસ હોવાથી શ્રી પર્યુષણા કલ્પસૂત્ર આરાધનાનો ઉપવાસ એમ બે ઉપવાસ મળીને છઠ્ઠ થઈ ગયો. એક બીજો પણ પ્રકાર છે. જે આત્માઓ બાર પર્વની આરાધના કરતાં હોય, અને ચૌદશ પૂનમ કે ચૌદશ અમાસ નો છટ્ટ કરતાં હોય, તેમને કલ્પસૂત્રની આરાધનાનોય ઉપવાસ આવે એમ પણ છઠ્ઠ થઈ જાય. મુખ્ય ધાર્મિક આમ કરતાં હોય, તેથી બીજા સામાન્ય ધાર્મિકો પણ પર્યુષણ જેવા મોટા પર્વમાં ઉપવાસથી ચૌદશની અને ઉપવાસથી કલ્પસૂત્રની આરાધના કરી છઠ્ઠ કરે તેને સામાન્ય રીતે પણ વડાકલ્પનો છઠ્ઠ કહેવાયો હોય. પરંતુ અમાસની અને કલ્પસૂત્રની એમ બન્નેની આરાધનાની દૃષ્ટિથી તે ઉપવાસ શ્રી ઝવેર સાગરજી મહારાજશ્રીએ એ રીતે કરાવ્યો હશે? કે એકજ ઉપવાસથી ચલાવ્યું હશે કે તેરશે કે એકમે તે કલ્પનો ઉપવાસ કરાવ્યો હશે તેનો ખુલાશો મળતો નથી. ૧૭) પાછળના ચાર દીવસોમાં ઘટ વધ આવે તો ચૌદશ કે એકમે કલ્પસૂત્ર વાંચવું એ શ્રી હીરપ્રશ્નનો જવાબ જોતાં શ્રી ઝવેરસાગરજી મહારાજ વ્યાજબી છે અને ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58