Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ તપાસ કરશો. જો પર્વોની નોંધમાં એમ ન હોય, તે માત્ર ટીપ્પણામાં તેમ હોય તો તે પૂરાવામાં આપણાથી મૂકી શકાય નહીં. પરંતુ જો પર્વની નોંધમાં અમાસનો ક્ષય અને ચોથ બે લખી હોય તો તેને પૂરાવામાં મૂકી શકાય. પણ જો એક ક્ષય અને એક વૃદ્ધિ છે. તો બધું બરાબર રહેતાં વદિ ૧૨ થી પજુસણ બેસાડવા જોઈએ. તેને બદલે વદી ૧૧ થી કેમ તે યુક્તિ બેસતી નથી. બેસાડી આપશો. , . ૧૦) સાતમથી ઓળી બેસાડવામાં પણ ઉપરની શંકા થાય છે. પણ નવ દિવસ બરાબર મળી રહે છે. પરંતુ પર્વ દિવસની હાનિ વૃદ્ધિ ન થાય, એ વાત ૧૮૭૦ થી પ્રચલીત થઈ છે તે બરાબર સમજાતું નથી કેમ કે તે ટીપ્પણાનું પ્રમાણ તો જૈન પર્વતિથિની હાનિવૃદ્ધિ બતાવનાર તરીકે રજુ કરો છો, અને તેજ હાનિ વૃદ્ધિ ન થાય તેના પ્રચારનું કારણ કેમ બને? તે યુક્તિ સમજાઈ નથી ખુલાશો કરશો. ૧૧) પં.પદ્મ વિજયજી મહારાજ શ્રી વિગેરેને શ્રી પૂજ્યોના ધર્મ રાજયનો સ્વીકાર કરવો પડ્યો છે? કે– શ્રી જૈન શાસન ની પરંપરાગત શિસ્તને માન આપવાનું યોગ્ય ધારીને સ્વીકાર કરતા આવ્યા છે? આ સ્પષ્ટ કરવું જોઈએ. ન છૂટકે સ્વીકાર કરવો પડ્યો હતો તેવા ભાવના લખાણો હોય તો આપની વાત ઠીક બેસે છે, પણ તેવા ઉલ્લેખો ન હોય તો, તેઓ ને કરવો પડ્યો એમ માની ન શકાય કેમ કે ગમે તેવા ત્યાગી તપસ્વીઓ પણ પરંપરાથી ગુરુઓની શિસ્તને માન આપતા આવ્યા હોય તેમને પણ તેઓએ પણ માન આપ્યું હોય, તો તે વાતમાં ફરક પડી જાય, દા.ત. શ્રી ગણધર ભગવંતો છદ્મસ્થ હોય છતાં કેવલજ્ઞાની મુનિ મહાત્માઓને એની શિસ્ત હોય છે. અને સમવસરણમાં તેઓ જ ગણઘર ભગવત્ત પ્રભુની પાદપીઠ ઉપર બીરાજે છે. તેઓ જ બીજી દેશના આપે છે. અને પર્ષદામાં પ્રવેશ કરતાં શ્રી કેવલિભગવંતો ત્રણ પ્રદક્ષિણા પણ દે છે. એમાં તો શાસનના અધિકારને માન આપવાની સુવ્યવસ્થા છે. શ્રી પાદલિપ્તાચાર્ય નાના કિશોર વયમાં હતા છતાં સર્વને પૂજ્ય હતા. શેરીમાં રમવા જતાં હતા છતાં એનો-રાજાની રાણી છાણા વીણતી આણીપણ અધિકાર એ અધિકાર, તેની રૂએ સૌ સંઘ માન આપતા હોય તો સૌએ માન | આપવું પડે. માટે તપાસ કરશો કે શી વસ્તુસ્થિતિ છે? પછી ખુલાશો કરશો. બીજું પરિગ્રહ ધારીપણું એ તો ગચ્છપતિ આચાર્યને શાસનની અનેક વસ્તુઓ સાચવવી પડે. તેની મહત્તા જાહેરમાં બતાવવા કેટલાક સાધનો રાખવા પડે. બીજું, આજે શેઠ આક. વિગેરે પેઢીઓ હાલના વાતાવરણને લીધે સ્થપાયેલી છે. તે વખતે તેવું કાંઈ ન હોતું. આખા શાસનના વહીવટોની જવાબદારી તેમની હતી. બધા પ્રશ્નો આવી ત્યાં અથડાતા હતા. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58