Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ ત્યારે કરવાની છે. તેમાં તિથિ વિગેરે કાળ નિમિત્તની વિચારણાની જરૂર નથી. પરંતુ જ્યારે તેની વિચારણા પૂર્વક તેનું નિમિત્ત લઈને આરાધના કરવાની છે. એટલે તિથિ નો નિર્ણય મુખ્ય બને છે. એમ મારી સમજ છે. માટે પર્વ તિથિ નો નિર્ણય કર્યા વિના કાળ નૈમિત્તિક આરાધના કરી શકાય નહિં. માટે પ્રથમ તિથિનો નિર્ણય થવો જ જોઈએ એમ તમને પણ લાગશે. એટલે આરાધના એ મુખ્ય છે. પરંતુ જયારે નિમિત્ત-નૈમિત્તિક ભાવપૂર્વક આરાધના કરવાની હોય તેમાં નિમિત્તે મુખ્ય રેહવાનું જ. શ્રી શંત્રુજ્ય નૈમિત્તિક આરાધના તેના નિમિત્ત થી જ થવાની પછી ભલે સ્થાપના તીર્થ કરીને આરાધના કરીયે તો જ તે તિર્થની આરાધના ગણાય. બીજા નિમિત્તે કે નિમિત્તે તેની આરાધના ગણાય નહીં, માટે આનો ખુલાશો કરશો. માટે ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તિથિ નિમિત્તક આરાધના કેમ કરવી? આ પ્રશ્ન કરવો અને વ્યાજબી લાગે છે. તમારો વિચાર શાસ્ત્રોક્ત હોય તે જણાવશો. ૫. સાતમ ગ્રહણ કરીને આઠમ આરાધવી? કે સાતમને આઠમનો આરોપ કરીને આઠમ આરાધવી? કે આઠમ નિમિત્તક ધર્મ આરાધના કરવી? તો આઠમ લાવવી પડશે. જો આઠમ લાવીશું તો તે ક્ષય પામવા છતાં વિદ્યમાન છે. એમ માનવું પડશે. તો ક્ષિણ તિથિ વિદ્યમાન છે તો ક્ષય કોનો? તો શું આરોપથી સાતમનો ક્ષય માનવો? અને આઠમને વિદ્યમાન માનવી? અને તે નિમિત્તે આરાધના કરી પર્વઆરાધના સાચવવી? કે આઠમનો તો ક્ષય જ માનવોને સાતમને જ પર્વતિથિ માનીને આરાધના કરવી? આ વસ્તુ સ્પષ્ટ કરશો. ક્ષય પામેલું પાક્ષિક તેરશને ચૌદશ માનીને તનિમિત્તક આરાધના કરવી? કે ચૌદશને ક્ષીણ માનીને તેરસે ચઉદશની આરાધના કરવી? જો કે તેરસ માનવાના દિવસે ચૌદશ છે. પરંતુ જ્યારે તેને ક્ષીણ માની ત્યારે તે નથી એમજ માનવાની રહી. તો ક્ષીણ હોવા છતાં તેરશને ચૌદશ માનવાની ભલામણ શાસ્ત્રકારોની છે? કે ચૌદશ ને ક્ષીણ માનીને તેમ છતાં તેરશે જ ચૌદશનિમિત્તક આરાધનાની ક્રિયા કરવી? આ સ્પષ્ટ કરવાની જરૂર છે. એટલે કે સાતમને આઠમ માનવી? કે આઠમને ક્ષણ માનીને નથી જ એમ માનીને સાતમે તેને લગતી આરાધના કરવી? તે આરાધના શા માટે કરવી? કારણ કે જયારે નિમિત્ત નથી તો નૈમિત્તિક શી રીતે ઊભું થાય! એ પણ પ્રશ્ન થાય છે. ૧છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58