Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ ૧. નિત્યપર્વ, નૈમિત્તિક પર્વ, મહાપર્વ, આવા ભેદો પાડી શકાય? અને નૈમિત્તિક પર્વો કરતાં નિત્યપર્વ વધારે બળવાન, તે કરતાં મહાપર્વ વધારે બળવાન વિગેરે વ્યવસ્થા આપણે ત્યાં છે? તેનું સ્પષ્ટીકરણ, કલ્યાણકો પર્વખરા. પરંતુ વિશિષ્ટ નૈમિત્તિક ખરા કે નહિ? ભલે શાશ્વત હોય. ૨-૫-૮-૧૧-૧૪પૂનમ ૦)) (અમાસ) એ નિત્ય પર્વો કહી શકાય? જ્ઞાન પંચમી મૌન એકાદશી ચોમાસી પાક્ષિક સંવત્સરીક – અઠ્ઠાઈઓ એ મહાપર્વ કહી શકાય? અને તેમાં ગૌણ મુખ્યતા સંભવે ? તીર્થો અને મંદીરો તથા પ્રતિષ્ઠાઓની વર્ષગાંઠ - ગુરૂઓની સ્વર્ગ રોહણ તિથિઓ વિગેરે સામાન્ય નૈમિત્તિકપર્વો ગણી શકાય? એમ પર્વોના ચાર દરજ્જા ગણી શકાય અને તેનું બલબલ તથા પરસ્પર સમાવેશની પ્રક્રિયા વિગેરે સ્પષ્ટ કરવા જરૂરના છે. ૨. ટીપ્પણીનો નીચે પ્રમાણે અર્થે બંધ બેસતો લાગે છે? જયોતિષ શાસ્ત્રના નિયમોના આધારે તરી આવતા તે વર્ષ પુરતા પાંચ અંગોનું જુદું તારવી કાઢેલું લિસ્ટ - ટીપ્પણ નોંધ રૂપે, તેનું નામ ટીપ્પણ અને તે જેમાં હોય તે પણ ઉપલક્ષણથી ટીપ્પણ એટલે ટીપણું અને તે વાંચવું ક્રમસર સરલ થાય માટે લાંબુ રાખવામાં આવતું હતું. અને ગમે ત્યાં સાથે લઈ જવા માટે પાધડીમાં ખોસવામાં આવતું હતું કેમ કે શાસ્ત્રો બધાય સાથે ફેરવાય નહિ. પરંતુ તેના ઉપરથી કરેલું ટાંચણ ટીપ્પણ વ્યવસ્થિત નોંધ સાથે રાખી શકાય માટે તેનું નામ ટીપણા - ટીપણું પાડ્યું હશે. એમ કહેવામાં વાંધો આવશે? ૩. એક વારને ત્રણ તિથિ સ્પર્શે તો વચલી ક્ષય તિથિ અને એકતિથિને ત્રણવાર સ્પર્શે તો તે વૃદ્ધિ તિથિ તે તો સમજાય છે. પરંતુ તેના ટુંકી ધ્રુસ્વા અને દીર્ધા તિથિ એવા નામ ન રાખતાં ક્ષય - વૃદ્ધિ (બે તિથિ) સંજ્ઞા કેમ રાખવામાં આવી? તેનું કારણ સમજાતું નથી. તેમ પરિભાષા કરવામાં જ્યોતિષ શાસ્ત્રકારોનો શો સંકેત જણાય છે? મિંગળભૂત કે ઉત્તમ કામ ને માટે અયોગ્ય ઠરાવવાના ઉદ્દેશથી સાર્થક પરિભાષિક શબ્દો ન રાખતાં અર્થ - વિશેષ સૂચક પારિભાષિક શબ્દો રાખવા હોય, તેવો સંભવ લાગે છે? અને જો તેમ હોય, તો તે દિવસોમાં ધાર્મિક ઉત્તમ કામ કરવા નહીં એવો અર્થ નીકળે અને જો એમ હોય તો ક્ષય કે વૃદ્ધિ તિથિએ કોઈપણ ધાર્મિક કામ ન થાય તેવો અર્થ નીકળે, મારી પાસે જુના પુસ્તકોમાંથી મળી આવેલું એક જુનું પુસ્તક છપાવેલું પુસ્તક છે. તેમાં નીચે પ્રમાણે બે શ્લોક છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58