Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ પોતાને માટે નવી સગવડ ઉભી કરી લેવી પડવાની જ. આજ તેનું પરિણામ આવવાનું. ગમે તેટલા ધમપછાડા છતાં કોઈ ઠેકાણે વિશેષ બળ હોય તો ભલે તે ગામનો ઉપાશ્રય હાથ કરી શકાય. શિવાય તો બધે જ જુદા બાંધવા જ પડે. તેમાં કાંઈ ન ચાલે. આમ વાતમાંથી વતેસર થઈ જાય. તેથી ભલે સંવત્સરી ભેદનો પ્રસંગ ૧૮ કે બાવીશ વર્ષે આવે પણ પક્ષ જુદો પડે તો ઉપાશ્રયમાં હક્ક ન રહે. તેને માટે ચક્રો તો આજથી જ શરૂ થવાના. આ બધુ ખ્યાલમાં રાખીને સમજીને ટુંકામાં વ્હેલી તકે સમાધાન કરી લેવામાં જ હિત છે. ખાલી ડહોલાણ કરવામાં લાભ નથી અને ત્યાગ વૈરાગ્ય જ્ઞાનાભ્યાસ - શુદ્ધોપદેશ વગેરેના પરિણામો પક્ષો મજબૂત કરવામાં અને લડતો લડવામાં જ ખરચાઈ જશે. અને તેથી ત્રીજી વસ્તુ શ્રી સંઘમાં ધુસી જવાનો માર્ગ લઈ જૈન શાસનને જે હાનિ પહોંચાડશે. અને તેથી શાસન અપભ્રાજનાનાં દોષના ભાગીદાર થયા વિના રહેવાશે કે ? પૂજ્યશ્રી ! મેં મારા વિચારો જણાવ્યા છે તેથી કાંઈ વિપરીત જણાય તે વિશે મિચ્છામિ દુક્કડં દઉં છું તેથી યોગ્ય વલણ સૌનું અંદરથી હોય તો મને ત્યાં આવવામાં વાંધો નથી. માત્ર આપશ્રીના બોલાવવાથી આવવામાં પણ પક્ષમાં ગણાઈ જાઉં. તો મારું કામ સંઘને બંન્નેય તરફથી કે કોઈ ત્રીજા તરફથી બોલાવાય તો વજનદાર થાય. નહીંતર હું મારી તરફથી આવું પરંતુ એ મારાથી તો શક્ય નથી. આપશ્રી સર્વે વિચારશો અને ઘટતી આજ્ઞા ફરમાવશો તે પ્રમાણે આગળની તજવીજ વિચારી શકાય. એજ લી. સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વાર વંદણા (૪) ભાઈશ્રી અનિલકુમાર જોગ કલકત્તા - ૧ પ્રભુદાસ બેચરદાસ પારેખ (૨૦-૭-૫૭) તમારા તરફથી ‘તિથિ સંબંધી જાણવા જેવું' ચોપડી મળી તમારો પ્રયાસ પ્રસ્તુત્ય છે. મારી ઘણા વખતથી તે વિશે વ્યવસ્થિત જાણવાની ઈચ્છા હતી. પરંતુ તેવી કોઈ તક મળતી ન હતી. તમારી ચોપડીથી વ્યવસ્થીત જાણવા મળે છે. જેથી મને અભ્યાસ કરવાની સરળતા થઈ છે. હવે નીચે પ્રમાણેના કેટલાક પ્રશ્નો ઉઠે છે. તેના પણ સમાધાનો હવે પછીની પુસ્તિકામાં દાખલ કરશો, તો વધારે વ્યવસ્થિત રીતે અભ્યાસીઓ અભ્યાસ કરી શકશે. Jain Education International ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58