Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ન ગણાય. માની લઈએ કે શ્રાવકો એક નિર્ણય ઉપર આવી જાય. પરંતુ આચાર્ય મહારાજાઓ ખુદ તો પોતપોતાની માન્યતા પ્રમાણે કરવાના જ તો શાંતિ ક્યાં થઈ ? દા.ત. શ્રાવકો મંગલવારને સર્વને માટે જાહેર કરે પરંતુ શું ? આ શ્રી શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે મંગલવાર કરવાના ? નહીં જ. માની લઈએ કે શ્રાવકો બુધવાર જાહેર કરે. અને બધા ભારતભરના શ્રાવકો બુધવા૨ કરે. એટલા ઉપરથી શું મંગલવાર જાહેર કરી ચૂકેલા પૂ. આચાર્ય મહારાજાઓ બુધવાર ક૨વાના? નહીં જ. માટે શ્રાવકો જે કાંઈ ધમપછાડા કરે તે નકામાં જ. મૂળ પુરુષોમાં જ એક નિર્ણય થઈને બહાર પડવું જોઈએ. તે કાયમી હોય કે કામ ચલાઉ હોય. પણ તે જ ચાલી શકે. અને તેથી જ શાંતિ થાય. શ્રાવકોનો રસ્તો ખોટો છે. એક કરવા મહેનત અને વિજ્ઞપ્તિ કરે તેજ શ્રાવકો માટે યોગ્ય છે હવે મુદ્દાની બાબત વિચારુ છું. ૧. અંદરખાનેથી બાર તિથિની આચરણા પાછી ખેંચવાની વાત ન્યાય પૂર્વક લાગતી હોય (ફરીથી ભલે શ્રી સંઘ પાસે તે વિચારણા હાથ ધરી શકાય) તે રીતે શ્રી સંઘે આચરણ કરવું જોઈએ. પરંતુ પ્રથમ બાર તિથિની આચરણા પાછી ખેંચવી યોગ્ય લગાતી હોય છતાં તે પાછી ન ખેંચવાના કારણો છે જે મારી કલ્પના સાચી હોય તો તે મારી જાણમાં છે. એટલે પૂ. વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાંચ આચાર્ય મહારાજ પાંચ આચાર્ય મહારાજાઓની વાતને વળગી રહેવાનું વલણ ધરાવે છે. પરંતુ પાંચ આચાર્ય મહારાજાઓનો સર્વ માન્ય સ્વીકારતો તે વખતે પણ થયો જ નથી. માત્ર વાત મૂકાણી અને ડહોલાવાથી ભંગાણ પડી ગયું. એટલે એ વાતને બધા સ્વીકારે તે પણ શક્ય નથી છતાં સ્વીકારે તો શ્રી સંઘ અહીંના પ્રશ્ન પુરતુ સ્વીકારે પરંતુ બાર તિથિની વિચારણા કરવાની ના જ પાંડે, તે પાછી ખેંચાયા પછી જ શ્રી સંવત્સરીની વિચારણા આપ હાથ ધરી શકો. જો જૈન શાસનની શીસ્તને માન આપવા માંગતા હો તો તહત્તી કરવામાં જ આવે. એટલે એ પ્રશ્ન ત્યાં પણ ઊભો ન થાય. કેમ કે સ્વીકારવાની ફરજ પડતી નથી. પાંચ બેસે ત્યારે પણ ત્રણતો એમ કહે કે બાર તિથિની આચરણા પાચી ખેંચવાની જાહેરાત કરો એટલે આગળ ચાલીએ. એ જ વાંધો ત્યાં આવે અને મડાગાંઠ ઊભી થઈ જ જાય. એટલે તેઓ પાંચ આચાર્યોની ગોઠવણને પણ માન્ય રાખવામાં ગભરાય છે. તેમાં આગ્રહ નહીં પરંતુ પરિણામમાં ફરક પડતો નથી. માટે આ મારી નમ્ર સમજ છે. Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58