Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ અને જો અહીંનું પતવામાં પરિણામજનક થશે તો ત્યાં પણ પરિણામ જનક પ્રયત્નને અસર થાય તેવી આશા રહે છે. હવે આપશ્રીના પત્રમાં જણાવેલ કેટલીક બાબતો વિષેની મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે છે. ૧) ૨૦૦૪ માં જે આચરણા ફેરફાર કરી તે બાબત બરાબર પૂછી શકાય છે અને દરેક પાસેથી ખુલાસા લઈ શકાય છે પરંતુ શ્રી સંવત્સરીનો પ્રશ્ન હાથ ધરાય ત્યારે, તે પહેલા નહીં અને મારી એક વખતની વાતચીત ઉપરથી એમ કહેવામાં આવ્યું હોવાનું મને યાદ છે. ૧૨ તિથિની આચરણાના સંબંધમાં શ્રી સંઘ જવાબ લઈ શકે છે અને શ્રી સંવત્સરીના પ્રશ્નની છણાવટ અંગે અમને પણ પૂછી શકે છે. ર) અને પરમ પૂજય સૂરી સમ્રાટ આચાર્ય મહારાજ શ્રી પણ એક વખત બોલ્યા હતા કે સંવત્સરી નડહોલાય તેમ મારી અંતરની ઈચ્છા છે. તેથી આ વખતે (૧૯૯૨) માં બધા ભેગા કરીએ. કોઈએ જુદા ન પડવું. અને ચાતુર્માસ ઉતરે દરેકે મળીને વિચારણા કરવી અને તે નિર્ણય થાય તે પ્રમાણે સૌ એ ૧૯૯૩ માં વર્તવું અને તેથી અમારે અને રામચન્દ્રસૂરિની સાથે ભલે ગમે તેટલા મતભેદ હોય પણ શ્રી સંવત્સરી ન ડહોલાય અને લોકોની જીભે ચવાઈને તેની આશાતના તથા અપભ્રાજના ન થાય તે માટે અમારી પાસેના જે મુદ્દો છે તે અમે નિખાલસ પણે આગળ રાખીશું અને તેમના મુદ્દા ઉપર બરાબર લક્ષ્ય આપવામાં આવે છે અને તે રીતે અમે હાલ આરાધના વિષે ભૂલ હશે તો મિચ્છામિ દુક્કડમ દઈશું અથવા તેમની ભૂલ જણાઈ આવે તો તે મિચ્છામિ દુક્કડં દઈ શુદ્ધ થઈ શકે. અને આરાધના શુદ્ધિની થઈ શકશે. કારણ અજ્ઞાત ભાવે ભૂલ થઈ તો એ રીતે શુદ્ધ થાય. પરંતુ દરેક પક્ષ પ્રજ્ઞાપનીય હોવો જોઈએ. આ રીતે આ જાતની વાતચીત થઈ હતી. ૩) તેમનો પક્ષ મુદામાં ૧૨ તિથિને અખંડ રાખવા માટે પાંચમની બાબતમાં કશો ફરક ન કરવો તેથી પાંચમને આગળે દિવસે શ્રી પર્વની આરાધના કરવી. પાંચમને ન હલાવવી, આ વિચારથી છઠ્ઠનો ક્ષય બીજા ટિપ્પણામાં હોય તેમ કરી લેવું અથવા બીજી કોઈ પણ રીતે કરવામાં વાંધો ન માનતા હોય. બીજું આપણા પૂર્વાચાર્યોએ ચંડાશું ચંડુ જ વાપરવું. એવો નિર્ણય કે પટ્ટક કરેલ નથી. તેતો આપણે ત્યાં ગુજરાત મારવાડ વિગેરે આ તરફના પ્રદેશમાં ચાલે છે. તેથી તેનો વપરાશ થાય છે પરંતુ પૂર્વ પુરુષોએ તો લૌકિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58