________________
સાંવત્સરી પ્રતિક્રમણ કરત જ. પરંતુ રાજાના હિસાબથી એક દિવસ પહેલા રાખવામાં જ તેઓશ્રીનું તાત્પર્ય છે. માટે પાંચમની ક્ષય વૃદ્ધિ ન કરતાં ચોથની ક્ષય વૃદ્ધિમાં વાંધો નથી અને આમ એક દિવસ વહેલાજ પ્રતિક્રમણ કરવું. એમ શ્રી કાલિકાચાર્ય મહારાજની આચરણાનું તાત્પર્ય છે. એમ શ્રી હર્ષસૂરિજી જણાવે છે તે પણ ધ્યાનમાં તો લેવું જ પડે. પછી તેના ખુલાસા શ્રી શાસ્ત્રોમાં હોય તે તેમને સમજાવવા પડે તથા શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ચોથને ઊભી રાખવા ત્રીજના ક્ષય વૃદ્ધિ જણાવે છે. તેમા તેઓ ચોથને પાંચમની જેમ ઉભી રાખવામાં વિચારના તો છે. અને તેની સામે એમ કહી શકાય કે વચલા ૧૯૯૨ પહેલાનાં સો દોઢસો વર્ષોમાં યતીકાળમાં પડતાં ગોટાળા વળી ગયા છે માટે ત્રીજની ક્ષય વૃદ્ધિ પ્રામાણિક નથી ?
પરંતુ ૧૦૦- ૧૫૦ વર્ષો પહેલાના ઐતિહાસિક બનાવની નોંધ તરીકે ચાલી આવતી માન્યતાના બે પાંચ પૂરાવા મુકે તો તેમની વાતને કઈ રીતે એકાએક પાછી ઠેલી શકાય ? આ રીતે ત્રીજનો ક્ષય ચોથનો ક્ષય અને છટ્ટનો ક્ષય કરનાર પાંચમ ઉભી રાખવાના એક મતના છે. અને શ્રી આત્મારામજી મહારાજશ્રીનું વલણ તે વખતે છટ્ટના ક્ષય તરફ ગયેલું છે અને પ્રાયઃ શ્રી સકળ સંઘે એ આધારે આરાધના કરી છે. કદાચ હું ન ભૂલતો હોઉ તો તે પ્રમાણે થયું છે. માટે શ્રી સંઘની ચાલતી આવતી આચરણાને વળગી રહેવું અને સૌ મળીને ઘટતો ફેરફાર થાય તો તે પ્રમાણે વર્તવું.
પાંચમની ક્ષય વૃદ્ધિ નો પ્રશ્ન ચોથ ઉદયાતના રક્ષણમાંથી નવો જ પ્રચારમાં આવ્યો અને તેમાંથી ૧૨ તિથિની આચરણા ભેદનો પ્રશ્ન ઊભો થયો. અને તે આચરણમાં સહસા મૂકાઈ ગયો. આમાં સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે સાચા જણાય ત્યારે સૌએ મળીને નિર્ણય કરવાનો પ્રશ્ન ઊભો થયો. અને તેથી જે સંઘ આચરણા કરાઈ હોય તે દરેક બાબત ચારેય પક્ષો તરફથી યોગ્ય પ્રમાણો માંગવાના રહે અને કારણો પૂછવા જાણવાનું રહેજ. તેમ સર્વ તેઓને પણ પૂછી શકાય.
તેમાં તેઓ એટલો જવાબ આપે કે પાંચમ કાયમી રાખીને અનિર્ણીત સ્થિતિમાં કોઈ પણ પક્ષને આગળ કરીએ. જે કટેલેક અંશે અમારે માટે નિર્દોષ પક્ષ છે. પછી ત્રીજ નો ક્ષય કરીએ, છટ્ટનો કરીએ, કે ચોથનો કરીયે દરેક સુવિહિત પક્ષ છે. (પાંચમની ક્ષય વૃદ્ધિ વિના) માટે જે સંઘે કર્યું હોય તેજ પ્રમાણ છે. છતાં જે સાચો પક્ષ ઠરે તેના કરતાં વિપરીત
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org