Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ટિપ્પણાનો આશ્રય લેવાનું જણાવ્યું છે. તેથી અમે બીજા ટિપ્પણનો આશ્રય લઈએ તો વાંધો ભરેલું શી રીતે જણાય? છતાં સૌ મળીને શાંતિ (થી) વિચારણા કરીને જે યોગ્ય જ ઠરે તે પ્રમાણે વર્તન કરવામાં હરકત હોય તેમ માનતા ન હોતા. સૌ ન મળે ત્યાં સુધી શ્રી સંઘમાં જે રીતે ચાલતા હોય તેને વળગી રહેવામાં શ્રી સંઘની શીસ્ત ને રક્ષણ મળે છે. આ ટિપ્પણા ૧૯૫ર ને વળગવામાં આવેલ હોય અને શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજશ્રી થી જુદા પડવાનું બન્યું હોય તે પહેલા એવો પ્રસંગ આવ્યો નહોતો. માટે તેમ કર્યું નહોતું. ચાલતી વસ્તુને વળગી રહેવું અને શ્રી સંઘમાં પણ તે જ ધોરણ ઊભુ રાખવાનો દાખલો બેસાડવો અને ફેરફાર કરવો તો સૌ મળીને ઘટતી રીતે કરવો. ત્યાં સુધી નહીં. એટલા માટે શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજના પટ્ટકના ફેરફાર સામે આજ વાંધો હોય અને તેથી જુદા પડ્યા હોય અને જયારે સૌને નિખાલસ પણે વાટાઘાટ અને વિચારણામાં ઉતરે ત્યારે જ તે પ્રશ્ન નીકળે અને છણાય. વિના પ્રસંગે છણાવાથી શું અને પાંચમની ક્ષય વૃદ્ધિ ન કરવી તે સૌની મક્કમતા ખરી તે તે ૧૯૯૨ થી શ્રી વિજયરામ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરફનો નવો જ પ્રશ્ન શ્રી સંઘમાં ઉપસ્થિત થયો. તે પહેલાં એ પ્રશ્ન નહોતો. શ્રી હર્ષસૂરિ ચૂણિઓ વિગેરેના બીજા પાઠથી એમ કહેવા માંગે છે કે પાંચમની ક્ષય વૃદ્ધિન થાય. પણ ચોથની કરવામાં શો વાંધો? કારણ કે શ્રી કાલિકાચાર્ય મહારાજનો એવો આશય ક્યાં છે કે ચોથનું પ્રતિક્રમણ કરવું? તેઓ શ્રીની વાત એટલી જ છે પાંચમે બીજા પ્રસંગ હોવાથી રાજાની વિનંતીથી પાંચમને બદલે એક દિવસ આગળ પ્રતિક્રમણ કરવું. પછી તે દિવસ ગમે તે હોય કદાચ માની લઈએ કે તે જ વર્ષમાં શુદ ચોથનો ક્ષય હોત તો શ્રી કાલિકાચાર્ય મહારાજ શ્રી કયે દિવસે પ્રતિક્રમણ કરત? કેમકે પાંચમ તો થતી હતી. પરંતુ પાછળ કરી શકાય નહીં. ચોથનો ક્ષય છે એ સ્થિતિમાં તેઓ પાંચમને આગલે દિવસે પ્રતિક્રમણ કરવાનો મુદ્દો હતો પછી તે કયો દિવસ છે તે જોવાનું ક્યાં રહે? પછી ભલે તે ત્રીજ હોય તેથી ચોથનો ક્ષય કરવામાં પાંચમના ક્ષયે ક્ષયે પૂર્વાથી શું વાંધો? અથવા બીજી રીતે વિચારીએ કે શ્રી કાલિકાચાર્ય મહારાજશ્રીને એક દિવસ પહેલું પ્રતિક્રમણ અંતરાસે કમ્પઈને આધારે રાખ્યું તે જો તે દિવસે ટિપ્પણામાં પાંચમનો ક્ષય હોય તો શ્રી કાલિકાચાર્ય મહારાજ પાંચમને ટકાવવા ક્ષયે પૂર્વા લગાડીને ચોથનો જ ક્ષય કરત કે બીજું કાંઈ? તો પાંચમ ખાતર ચોથનો ક્ષય કરવામાં વાંધો હતો જ નહીં, ને ચોથને પાંચમનો સંસ્કાર કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58