Book Title: Parvatithicharcha Patro Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 8
________________ હવે પ્રશ્ન એ થાય છે કે... ૧. લૌકિક ટીપ્પણ લેવાનું શાસ્ત્રોમાં કહ્યું છે પરંતુ તે કયુ લેવું? ૨. તેમાં બે પક્ષ સમજવામાં છે. (વધારે હોય તો માલુમ નથી) ૧. એક પક્ષની દલીલો એમ છે કે શાસ્ત્રમાં અમુક જ ટિપ્પણ લેવું એવું ચોક્કસ ફરમાન તો નથી. તો બીજા કોઈમાં છઠ ના ક્ષય વૃદ્ધિ હોય અને શ્રી પર્યુષણ પર્વમાં સરખાપણું આવતું હોય તો શા માટે તેનો આશ્રય ન લેવો. આમ દલીલ કરી શકે. ૨. બીજો પક્ષ એમ કહે કે યદ્યપિ શાસ્ત્રોમાં ચોક્કસ લૌકિક ટિપ્પણું ઠરાવ્યું નથી. પરંતુ ઘણા વર્ષોથી ચંડાશુ ચંડ વાપરતા આવ્યા છીએ તો તેને અમુક પ્રસંગે જ શા માટે છોડવું? દરેક વખતે તેને જ શા માટે ન લેવું? આમા બળાબળ કયા પક્ષનું કેટલું છે? તે ગીતાર્થ મહાત્માઓ પંચાંગ નક્કી કરે તે આપણે પ્રમાણ માનવાનું. બીજો ઉપાય નથી. આમ ચાર વિકલ્પોની ચાર પ્રકારની મુખ્ય દલીલો હોઈ શકે. ૧. અહીં એક ફરક ખાસ ધ્યાનમાં લેવા જેવો છે તે એ કે ચૌદશ-પૂનમ, ચૌદશઅમાસ એ બે જોડીયા પર્વો શ્રી યુગપ્રધાન આચાર્ય મહારાજની પહેલા હતા અને પછી પણ છે ત્યારે ૪થ અને પાંચમ શ્રી પર્યુષણ પર્વને લગતા જોડીયા પર્વતરીકે પહેલા નહોતા પછી થયા એટલે કે યુગ પ્રધાન આચાર્ય મહારાજશ્રી ની આચરણા પછી. તે પહેલા નહી. એટલે બીજા જોડીયા પર્વો કરતાં ફરક છે. ૧૪ શ ની જેમ ૪થ કાયમી પર્વનથી પરંતુ કારણે પર્વ બની જાય છે. તેથી જોડીયા પર્વ પણામાં કાંઈક ફરક તો અવશ્ય છે. જે ધ્યાનમાં લેવો જોઈએ. ૨બીજુ વિચારવા જેવું એ છે કે... જો બાર તિથિમાં વધઘટ ન કરવાનું પ્રમાણ સિદ્ધ હોય તો. ૧. આગલો દિવસ ૨. સાંવત્સરી પર્વ૩. પાંચમ એ ત્રણેયને એકસાથે કરવાની વાતને જો કોઈ બીજી રીતે સમર્થન મળી શકે તો જ તે વાત ટકી શકે. જો બળ ન મળે તો ન જ ટકી શકે. કેમકે પાંચમ એ બાર તિથિમાં ની એક છે. અમે અહીં મુખ્ય દલીલો જણાવેલ છે. તે સિવાય પણ બીજી દલીલો પ્રમાણિક હોય અને તેવું બીજી રીતે બળાબળ હોય તો તે ગીતાર્થ આચાર્ય મહારાજાઓ જ જાણી શકે. અહીંતો માત્ર સાદી બુદ્ધિથી વિચારણા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58