________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) જનધર્મના સિદ્ધાંત, પ્રમાણ અને યુક્તિાથી એવાં તે પ્રમલ છે કે તેની આગળ અન્યધર્મવાળા ફાવી શકતા નથી પ્રથમ જૈન ધર્મમાં એટલા બધા વિદ્વાના ઉભરી જતા હતા કે જેની વાણી સાંભળી અન્ય ધર્મના મનુષ્ય પણ જૈનધર્મમાં આવતા હતા. જૈનધર્મને નાત જાતથી સ“મધ નથી. નાત જાતથી ભિન્ન જૈનધર્મ છે. તેથી જૈનધમ પાળતાં કોઈને વાંધો આવત નથી. ગમે તે દેશના ગમે તે જ્ઞાતિના લેાકેા જૈનધર્મમાં દાખલ થઈ શકે છે. હાલ એક નાત તરીકે જાણે જૈનધર્મ હાય એવી સ્થિતિ પ્રાય દેખાય છે. તેથી કંઇ અન્યજના ધર્મભાવે એવી સ્થિતિમાં મૂકી શકાતા નથી પણ જેમ જેમ જૈનધર્મનાં તત્ત્વ ફેલાશે તેમ તેમ પ્રાચીન દૃષ્ટિ ખીલી નીકળશે. અને જૈનધર્મનુ ક્ષેત્ર ખહોળુ થશે. આ સર્વ માટે જનતત્ત્વ જ્ઞાનની જરૂર છે. સર્વ લેાકેાના મેધ માટે જૈન ધર્મનાં પુસ્તકા રચવાં જોઇએ. જૈનધર્મનાં પુસ્તક વાંચતાં અન્ય લાકે પણ જનતત્ત્વના લાભ લેશે. આવી ભાવ ઉપકાર ટષ્ટિને ધ્યાનમાં રાખી જમાનાને અનુસરી જૈનતત્ત્વના પ્રકાશ થવા માટે પરમપૂજ્ય ચાગિનિષમુનિ બુદ્ધિસાગરજીએ તત્ત્વમય ગ્રંથ રચ્યા છે. તે પૈકીના પરમાત્મ જ્યાતિ નામના ગ્રંથ આ છે.
આ ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનના ઉચ્ચ વિષય છે, આત્મજ્ઞાન, ચેાગજ્ઞાન જૈનધર્મમાં સારી રીતે છે, એમ મુનિશ્રીજીએ અધ્યાત્મજ્ઞાનના ઉદ્ગાર લખી સિદ્ધ કરી આપ્યું છે. ઉક્ત ગુરૂજીની વિદ્વતા પરાપકારતાથી અનક મનુષ્ય ઉપકૃત થયાં છે. આશા છે કે આવા ગ્રન્થાને જૈન ગૃહસ્થો છપાવીને દેશદેશ ફેલાવશે તા ઘણુંા લાભ થશે. આ ગ્રન્થ છપાવવામાં જે ગ્રહસ્થાએ મદદ કરી છે તેમનેઉપકાર માનવામાં આવે છે. અને તેમને ધન્યવાદ ઘટે છે.
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only