Book Title: Pardeshma Jain Dharm Author(s): Vinod Kapashi Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust View full book textPage 6
________________ પરદેશમાં જેન ધર્મ : છે સાધ્ય જાતિઓનું. વેદોમાં તેમને વેદ-વિરોધીઓ તરીકે ઓળખાવાયા છે. જૈન ધર્મ હાલના સ્વરૂપમાં તે નહીં પરંતુ કેઈ ને કઈ રીતે તુર્કસ્તાન, મેંગોલીયા, ચીન પહોંચે હતે તેવી માન્યતાઓ અને પુરાવાઓ છે. મેંગેલીયામાંથી જૈન મંદિરનાં અવશેષો મળી આવ્યાં તેમ “મુંબઈ સમાચાર'ના ૪–૮–૩૪ના અંકમાં ઉલ્લેખ હતે. પેકિંગમાં “તુનાવારે” નામની જાતિનાં જૈન મંદિરે હતાં તેમ પણ ઉલ્લેખ છે. આમ છતાંયે બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મને પરદેશમાં પ્રચાર થયું નથી. અત્યારે જૈન ધર્મના પાળનારા ભાવિક વિશ્વના અનેક દેશમાં અને નગરમાં છે, પરંતુ તેઓ ભારતથી ગયેલા મૂળ ભારતવાસીઓ છે. પરદેશી પ્રજાએ હજી જૈન ધર્મ અપનાવ્યા નથી. બહુ ઓછા અંગ્રેજો અને અમેરિકન જૈન ધર્મ પાળે છે. જોકે જૈન ધર્મ પ્રત્યે વધુ ને વધુ રસ જાગ્રત થતું જાય છે. જૈન ધર્મને શાકાહારીપણાને આદર્શ યેન કેન પ્રકારેણ વ્યાપક થતું જાય છે. ધર્મના સિદ્ધાંત સમજવાની ઈચ્છા વધતી જાય છે. જ્ઞાનપિપાસા જાગ્રત થઈ છે. બ્રિટનમાં જૈન ધર્મ બ્રિટનમાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં ૨૫ થી ૩૦ હજાર જૈને વસે છે. ભારત બહાર સૌથી વધારે જૈને અમેરિકામાં છે. ત્યાં ૩૦ થી ૩૫ હજાર જૈને રહેતા હશે તે અંદાજ છે. બીજે કમ ઇંગ્લેન્ડને આવે. અમેરિકા વિશાળ દેશ છે તેથી ત્યાંના જેને છૂટાછવાયા વસે છે. ન્યૂ યોર્ક, ન્યૂ જસી, લેસ એન્જલિસ, શિકાગોને બાદ કરતાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50