Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 17
________________ 18: જૈનદર્શન - શ્રેણી : ૪-૪ આંખે દેખ્યો, પ્રમાણભૂત અહેવાલ આપણને મળી શક્તો નથી તેથી અત્યારની પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી. * પ્રાચીન કાળથી તક્ષશિલા, કંદહાર જેવી જગ્યાએ જૈન સાધુ મહારાજે નિયમિત પ્રવાસ કરતા હતા. આપણે અનેક સાધુ ભગવંતનાં પુનિત પગલાં થતાં હતાં અને અનેક પ્રકારે ધર્મ-પ્રભાવના થતી હતી. દેરાસરની સાથેસાથ જૈન જ્ઞાન ભંડારે, ગુરુકુળ જેવી સંસ્થાઓ પણ હતી. આમાં ગુજરાનવાલાનું જૈન ગુરુકુળ વિખ્યાત હતું. - આચાર્ય શ્રી વિજયાનંદસૂરિએ પંજાબને અનેક દેવમંદિરેથી દીપાવ્યું હતું. સરસ્વતી મંદિર સમાન જૈન ગુરૂકુળ ગુજરાનવાલામાં સં. ૧૯૮૧ના મહા સુદ ૬ ના રેજ અસ્તિત્વમાં આવ્યું. આ. શ્રી વિજયવલ્લભસૂરિએ સદ્ગત ગુરુદેવની અંતિમ ભાવનાની પૂતિ અર્થે હશિયારપુરના રેન સંઘને વાત કરી. શ્રી સંઘે ૨૮,૦૦૦ રૂ. તરત જ એકત્ર કર્યા. બીજા પૈસા અન્ય જગ્યાએથી આવતાં એક લાખ રૂ. ભેગા થઈ ગયા. એ વખતે પોતાની વકીલાતને ધીતે ધંધે છેડી બાબુ કીર્તિ પ્રસદ જૈને, 3 A. LL B, નિસ્વાર્થભાવે ગુરુકુળનું સંચાલન હાથમાં લીધું. - પંજાબની અહીંની સુંદર આબેહવામાં ગુરુકુળ સુંદર રીતે ચાલતું હતું. ભાગલા પહેલાં તેમાં ૭૫ થી ૧૦૦ વિદ્યાથીઓ ભણતા હતા. ગુજરાત-કાઠિયાવાડથી વિદ્યાથીઓ ત્યાં ભણવા જતા હતા. ભણતર સાથે વ્યાયામ અને પ્રાથમિક ઉદ્યોગની તાલીમ ત્યાં અપાતી હતી. સંસ્કૃત-પ્રાકૃત ભાષા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50