Book Title: Pardeshma Jain Dharm Author(s): Vinod Kapashi Publisher: Jaybhikkhu Sahitya Prakashan TrustPage 21
________________ 0 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ દેવાની વ્યવસ્થા, બીજે માળે ઉપાશ્રય તથા ત્રીજા માળે દેરાસર. શિખરબંધ દેરાસર નથી પણ પાયધુનીના શાંતિનાથ ભગવાનના દેરાસર જે ઘાટ હતે. આ ઉપરાંત રંગુનમાં દેરાવાસી તથા સ્થાનકવાસી જેની પાઠશાળા પણ ચાલતી હતી. ખૂબ જ સંપ અને ભ્રાતૃભાવ હતે. ન હંગેરીમાં જૈન પ્રતિમાજી હંગેરીના બુડાપેસ્ટ શહેરની બાજુમાં એક ખેડૂતના ઘરનું ચિત્ર અહીં દર્શાવેલ છે. તેમાં જિન પ્રતિમાજીની સ્થાપના થયેલી જણાય છે. મૂર્તિ માટી છે અને ચિત્તને પ્રસન્ન કરે તેવી છે. બેઠક અને થાંભલા સાથે છે. આ પ્રતિમાજી અહીં ક્યારે આવ્યાં તે વિષે જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધુ માહિતી પ્રકાશમાં આવે તે અત્યંત ઈચ્છનીય છે. રશિયામાંથી જૈન મૂર્તિ મળી રશિયાના રેસ્ટોવ શહેરમાં એક ખેડૂતને ખેદકામ કરતાં તાંબાની જિન પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા સોળમી કે સત્તરમી સદીની છે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. જૂના જમાનામાં કેઈ જેન વેપારી આ પ્રતિમા ત્યાં લઈ ગયે હશે તેવું અનુમાન બંધાઈ હ્યું છે. પૂજન માટે આ પ્રતિમા પિતાની પાસે રાખી હશે પરંતુ સંજોગોવશાત ખવાઈ ગઈ હોય તે શકય છે.Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50