Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 26
________________ પરદેશમાં જૈન ધર્મ : 25 માંસાહારને સદંતર ત્યાગ કર્યો હતે અને મર્યાદાપૂર્વક જૈન આચારનું પાલન કરતા હતા. વિદેશમાં જેન ધર્મનો પ્રચાર કરનારા ભારતીય જૈને વિદેશમાં જૈન ધર્મને પ્રચાર કરવાનું પ્રથમ માન સ્વ. શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીને જાય છે. તેમને જન્મ ભાવનગર ડિસ્ટ્રિકટના મહુવા ગામમાં થયે હતા (૨૫ ઓગસ્ટ, ૧૮૬૪). સેળમે વર્ષે ભાવનગરમાં મેટ્રિક પાસ થયા ને વીસ વર્ષે મુંબઈમાં ઍલિફન્સ્ટન કોલેજમાંથી બી.એ. થયા. ૧૯૪૧માં જૈન એસેસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી થયા. પાલીતાણાના ઠાકર માનસિંહજી સાથે ૧૮૮૬માં દર વર્ષે, ૪૦ વર્ષ સુધી, રૂ. પંદર હજાર આપવાને કરાર થયું. તે વર્ષે તેમણે સેલિસીટર થવાને અભ્યાસ કર્યો. સમેતશિખર પર સને ૧૮૯૧માં ચરબીનું કારખાનું નાખવાનું હતું ત્યાં તેઓ ગયા અને કેટ કેસમાં જીત્યા તેથી તીર્થસ્થાન પરની હત્યા બંધ થઈ ૧૮૯૩માં ચિકાગમાં વિશ્વ ધર્મ પરિષદના જૈન પ્રતિનિધિ તરીકે ગયા. આમ તે આચાર્ય શ્રી આત્મારામજીને આ પરિષદમાં આવવાનું આમંત્રણ હતું પણ જૈન સાધુ દરિયાપાર વિદેશપ્રવાસે ન નીકળી શકે તેવી પરિસ્થિતિને અનુલક્ષીને તેમણે વીરચંદભાઈને ચિકાગો મોકલવાનો નિર્ણય કર્યો. વીરચંદભાઈએ આ. શ્રી આત્મારામજી મહારાજ પાસેથી જૈન ધર્મનું ઊંડું જ્ઞાન મેળવ્યું ને પરિષદમાં જવા ઊપડયા. અમેરિકામાં તેમનાં ભાષણની સારી છાપ પડી. ત્યાંનાં

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50