Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 49
________________ 48: જૈનદર્શન – શ્રેણી : ૪- ૪ જ્યારથી મમ્મસામાં શિખરબંધ જિનાલય તૈયાર થયેલ ત્યારથી નાઈરોબીમાં પણ ભવ્ય જિનાલય હોવું જોઈએ. એવી ભાવના વધવા લાગી અને તે માટેના ચક્રો ગતિમાન. થયાં. તે વખતના કાર્યવાહકેને એમ જણાયું કે મહાજનવાડીની અંદર જ ભવ્ય જિનાલય બંધાવવું અને તા. ૧૫–૧-૭૬ના રોજ દેરાસરજીની “ખનન વિધિ કરવામાં આવેલ. તરત જ તા. ૨૨-૧-૭૬ ના શુભ દિવસે શ્રીમતી. જસદાબેન પિપટલાલ પદમસી શાહના શુભ હસ્તે ખાતમુહૂર્ત વિધિ થયેલ. તે પહેલાં મહાજનવાડીમાં ઉપાશ્રયજીને હોલ બનાવવામાં આવેલ જેની ઉદ્દઘાટનવિધિ તા. ર૭–૭–૭૫ના. રેજ જ્ઞાતિના સક્રિય કાર્યકર તેમ જ દેરાસરજીના કાર્યમાં ખૂબ જ ભાગ લેનાર શ્રીયુત મેઘજી હંસરાજ શાહના શુભ હસ્તે થયેલ. આ રીતે આ ભવ્ય જિનાલય તૈયાર થવાની વેળા આવવા લાગી અને તે માટે પ્રતિષ્ઠા મહોત્સવની વિચારણા ચાલવા લાગી. દરમિયાનમાં ભારતથી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી અને આઠ પ્રતિમાજીઓ આવી ગયેલ હોવાથી. ડિગમાં તેમને પધરાવવામાં આવેલ અને તા. ૧૨-૧૧૧૯૮૩ ના રોજ સુંદર વરડા સાથે ગાજતેવાજતે મહાજનવાડીમાં દ્વારપ્રવેશ કરવામાં આવેલ. તા. ૪-૨-૮૪ થી તા. ૧૨-૨-૮૪ સુધી પ્રતિષ્ઠા મહત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50