Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 47
________________ 46 : જૈનદર્શન-શ્રેણી : ૪-૪ સુંદર સખાવત જાહેર કરવામાં આવેલ. સાથે સાથે અમદાવાદ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે પત્રવ્યવહાર અને રૂબરૂ મુલાકાત પણ થયેલી. તે વખતના માનદ્દ ટ્રસ્ટી શેઠશ્રી મેઘજી સેજપાળ ધનાણુંએ બે મુલાકાત બાદ રૂપિયા એકાવન હજાર આપવાનું વચન આપેલ છતાં હજુ વધારાની જે રકમ જોઈએ તે એકઠી ન થઈ. પણ સમય જતાં તે અંગેની વિચારણા થવા લાગી. ધર્મનાં કેઈ કાર્યો પૈસાના અભાવે અટક્યાં નથી અને કાર્યવાહકોએ પર્સનલ ગેરટીઓ આપી બેંકમાંથી લેન લેવાની તૈયારી રાખેલ જેથી તા. ૨૯-૧૨–૫૯ના શુભદિને શ્રીમતી લાધીબેન લાલજી કુચર ગેસરાણીને શુભ હસ્તે ખાતમુહૂર્તવિધિ થયેલ અને તા. ૧૦-૨–૬૦ના રેજ બાંધકામ શરૂ કરવામાં આવેલ. આ અંગેના પ્લાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મિસ્ત્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી મારફતે બનાવવામાં આવેલ જેઓએ અત્રે પધારી અત્રેના આર્કિટેકટ મી. સચાનીઓને કિલ પ્લાન બનાવવા માહિતી આપેલ. આફ્રિકામાં એ સમયે પહેલું જ શિખરબંધ જિનાલય અંધાઈ રહેલ અને જૈન ધર્મની પ્રણાલિકા મુખે કયાંય લેખંડ નહીં વાપરવાનું હોવાથી સ્થાયી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ ખાસ વિરોધ કર્યો કે લોખંડ સિવાય આ કાર્ય આગળ વધી ન શકે. અમૃતલાલ મિસ્ત્રી તેમને વારંવાર ખાતરી આપતા કે આવાં સેંકડે દેરાસર ભારતમાં અનાવેલાં છે જેમાં બિલકુલ લેખંડ વાપરવામાં આવેલ નથી. છતાં વધારે ખાતરી કરવા કાઉન્સિલના એન્જિનિયર આ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50