Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 46
________________ પરદેશમાં જૈન ધર્મ : 45 ૧૯,૦૦૦ શિલિંગમાં ખરીદવામાં આવેલી. આ જગ્યા પર નીચે ૪ દુકાને તથા ઉપર ઉપાશ્રય બાંધવામાં આવેલાં ને. તા. ૧૨–૫–૧૯૩૮ના રોજ ઉદ્દઘાટનવિધિ થઈ હતી. ૧૯૪@ી. ત્યાં જૈન બાલમંદિર શરૂ થયું હતું. આગળ જતાં મોટી પ્રાયમરી શાળા બાંધવાની આવશ્યકતા જણાતાં સને ૧૯૫૬માં ટયુડર રેડ પર સરકાર તરફથી અઢી એકર જમીન વિનામૂલ્ય આપવામાં આવેલ. અહીં સાડા છ લાખ શિલિંગના. ખર્ચ ૮૦૦ બાળકે અભ્યાસ કરી શકે તેવી શાળા તૈયાર કરવામાં આવી, અને બીજા ચાર લાખના ખર્ચે ૩૦૦ બાળક માટે નર્સરી શાળા પણ તૈયાર કરવામાં આવી છે સને ૧૯૬૫માં તૈયાર થઈ હતી. સને ૧૯૫૧માં ભારતથી આરસની ત્રણ પ્રતિમાજીઓ. આવેલ જેમાં મૂળ નાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા. આદીશ્વર ભગવાન તથા મહાવીરસ્વામીની મૂર્તિઓ હતી. આ પ્રતિમાઓ કદંબગિરિથી આવી હતી. નૂતન શિખરબંધ ભવ્ય જિનાલયઃ સને ૧૯૪૬માં પાંચ સભ્યને શિખરબંધ જિનાલય માટે ફંડ એકઠું કરવા સત્તા સેંપવામાં આવેલ, પરંતુ તે વખતના સંજોગો એવા કપરા હતા જેથી પ્રયત્નો કરવા છતાં ફંડ એકઠું ન થયું. પણ ત્યારથી ભવ્ય દેરાસર બનાવવા માટેનાં ચક્રો ગતિમાન થયાં. દરમિયાન ધર્મ પ્રત્યેની જેમના હૃદયમાં હંમેશાં શુભ ભાવના રહેલી છે તેવા એક દાનવીર અને સેવાભાવી શેઠશ્રી મગનલાલ જાદવજી દોશી તરફથી શ્રીસંઘ જે શિખરબંધ દેરાસર બાંધે તે શિલિંગ પ૧,૦૦૦ની.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50