Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 48
________________ પરદેશમાં જેન ધર્મ : 47 દિવસ હાજર રહેતા. જ્યારે આખું દેરાસર તૈયાર થયું ત્યારે પિતે ખૂબ જ સંતેષ પામ્યા અને મંજૂરી આપેલ. ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ. તે વખતના પ્રમુખશ્રી મેઘજી સેજપાળ ધનાણી, માનદ્ મંત્રીશ્રી કેશવજી રૂપસી શાહ, કાર્યવાહક સમિતિના માનવંતા સભ્ય તથા સંઘના વેલીઅસ ભાઈ-બહેનની અથાગ મહેનતથી સેંકડે મહેમાનોની હાજરી, હજારોની સંખ્યામાં પધારેલાં સંઘનાં ભાઈ-બહેને અને અન્ય ધર્મપ્રેમી ભાઈ બહેને પધારેલાં હોવા છતાં ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક તા. ર૬-૭-૧૯૬૩ ના શુભ દિવસે પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય પ્રસંગ ઉજવાયેલ. પુણ્યશાળી શ્રીમતી કુંવરબેન દેવરાજ કરમસી શાહના શુભહસ્તે દ્વાર-ઉદ્દઘાટન વિધિ થયેલ. શ્રી પાર્શ્વ વલ્લભ પ્રાસાદ”માં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તથા આજુબાજુમાં શ્રી આદીશ્વર અને શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. બહારના ગોખલાઓમાં શ્રી શાંતિનાથ અને નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આ ઉપરાંત આયંબિલ શાળા માટે મોટું મકાન છે, જેમાં કાયમી આયંબિલનું રસોડું ચાલે છે. ઉપરના માળે યાત્રિકોને રહેવા માટેના ફલૅટો છે. નાઈ રેબીની યશગાથા નાઈરોબીમાં જૈને સને ૧૯૦૦ની સાલથી રહે છે. નાઈ રબીમાં જૈન પાઠશાળા સને ૧૯૧૭માં શરૂ થઈ હતી. સને ૧૯૨૬માં કેનાલ રેડ પર જગ્યા ખરીદવામાં આવી અને ત્યાં ઘર-દેરાસર શરૂ થયું હતું.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50