Book Title: Pardeshma Jain Dharm Author(s): Vinod Kapashi Publisher: Jaybhikkhu Sahitya Prakashan TrustPage 44
________________ પરદેશમાં જૈન ધર્મ : 43 દારેસલામમાં જૈન ધર્મ દારેસલામ અત્યારે ટાન્ઝાનીઆનું પાટનગર છે. પૂ આફ્રિકામાં ભારતીય પ્રજા વધવા લાગી તેમ તેમ તેઓએ અંતિયાળ પણ વસવાટ શરૂ કર્યાં. યુગાન્ડાના અત્યારના પાટનગર ક પાલામાં એકાદ હજાર જૈના હતા તેમાં ૮૦૦ જેટલા સ્થાનકવાસી તથા ૨૦૦ જેટલા દેરાવાસી હતા. ટાંગાનિકામાં દારેસલામમાં જૈને આ સદીની શરૂઆતથી જ આવવા લાગ્યા હતા. ૧૯૩૦માં સંખ્યા લગભગ એક સા સુધી પહાંચી હતી, અને જૈનસ'ધની સ્થાપના થઈ હતી. ૧૯૪૩માં વસ્તી ૩૦૦ જૈનાની થઈ એટલે જૈન સધે એ રૂમ ભાડે રાખ્યા. એક રૂમમાં દેરાસર જેવું બનાવ્યું તથા બીજા રૂમના ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઉપયાગ કર્યાં. ત્યાર પછી તે વસ્તીમાં ઉત્તરાત્તર વધારા થતા ગયા અને એક મેટું મકાન ખરીદવામાં આવ્યું. આ મકાન દેરાસર, ઉપાશ્રય અને ધાર્મિક પ્રવૃત્તિઓનુ કેન્દ્ર બન્યું. ૧૯૬૩માં જૈનોની સંખ્યા આશરે ૮૫૦ની હતી. અત્યારે તે ઘટી છે અને સમગ્ર ટાન્ઝાનીઆમાં ૩૫૦થી વધારે જેના નહી' હાય તેવા અંદાજ છે. જોકે હજીયે ઉપર્યુક્ત દેરાસર વિદ્યમાન છે અને ધાર્મિક પ્રવૃત્તિએ થાય છે. માંબાસા : જૈનાની ગૌરવગાથા પૂર્વ આફ્રિકાના કેન્યા દેશના કિનારે રળિયામણુ' શહેર એટલે મેઞાસા. ભારતીય વેપારીઓનું એક વેળાનું માનીતુંPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50