Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 42
________________ પરદેશમાં જૈન ધર્મ : 4 જવા લાગ્યા. ૧૯૬૪માં ઝાંઝીબારના સુલતાનની પણ હકાલપટ્ટી થઈ અને ઝાંઝીબારનું ટાંગાનિકા સાથે જોડાણ થયું, જે દેશ અત્યારે ટાન્ઝીનીઆના નામે ઓળખાય છે. જંગબાર પૂર્વ આફ્રિકાનું બારું હતું. જંગબારમાં ભારતીય લેકે આવવા લાગ્યા તેમાં જેને પણ હતા. જંગબારમાં સહુ પ્રથમ ભીમાણીના ગુફામાં ઘર-દેરાસર થયું હતું. આ દેરાસરમાં પંચધાતુની શ્રી નેમિનાથભગવાનની પ્રતિમા તથા બીજી છબીઓ મૂકવામાં આવી હતી. પર્યુષણપર્વ ધામધૂમથી ઉજવાતાં હતાં. ૨૫-૩૦ વર્ષ વીત્યા બાદ કચ્છી જૈન દેરાવાસી સંઘના કાર્યકર્તાઓએ એક મકાન ખરીદ કર્યું અને દેરાસરનું બાંધકામ શરૂ કર્યું. આ શિખરબંધી દેરાસરમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી તથા જમણી બાજુ શ્રી પાર્શ્વનાથજી અને ડાબી બાજુ શ્રી શાંતિનાથજીની પ્રતિમાઓ પધરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯૭૭ના ફાગણ સુદ ૩, મુંબઈના ગોડીજી દેરાસરના ટ્રસ્ટીઓની ભલામણથી હિંમતવિજયજીએ જંગબાર આવીને કર્યો હતે. આ દેરાસરમાં સંવત ૧૮૮માં જૈન પાઠશાળા શરૂ થઈ હતી. શિખરબંધી દેરાસર પૂરું થયાને ૨૫ વર્ષ થયાં ત્યારે વિક્રમ સંવત ૨૦૦૨માં સંવત્સરીના આગલા દિવસે એક ચમત્કાર થયે હતે. ભગવાનશ્રી પાર્શ્વનાથજીનાં કુંડલ તથા મુગટમાંથી પ્રકાશ રેલાયે હતે. આ રાત્રે અચાનક દેરાસરમાં સંગીતના સૂરે પણ સંભળાતા હતા. બીજે દિવસે સંવત્સરીના શુભ દિને સવારના દસ વાગ્યે

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50