Book Title: Pardeshma Jain Dharm Author(s): Vinod Kapashi Publisher: Jaybhikkhu Sahitya Prakashan TrustPage 45
________________ વળ: જૈનદર્શન શ્રેણી : ૪-૪ વ્યાપારી મથક. સુંદર આહવા અને કુદરતી સૌંદર્ય વાળા આ શહેરે ભારતીય લેકેની આવન-જાવન વિપુલ પ્રમાણમાં જોઈ છે. કચ્છી વહાણવટીઓ તે સદીઓથી પૂર્વ આફ્રિકાની દરિયાઈ સફરે ખેડતા આવ્યા છે. સાહસિક વેપારીઓ આ રીતે વ્યાપાર અર્થે જતા અને ભારત પાછા ફરતા. જંગબાર, મેંબાસા જેવાં સ્થળોએ વસાવટ તે ગઈ સદીના ઉત્તરાર્ધથી જ શરૂ થયે. કેન્યામાં રેલવે બંધાવાનું શરૂ થયું એટલે ઘણું ભારતીય કામ કરવા ત્યાં ગયા. આ લેકેની પાછળ પાછળ બીજાઓ પણ પિતાનું નસીબ અજમાવવા જવા લાગ્યા. શરૂઆતમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. નાના વેપારીઓ ઝૂંપડાં જેવાં રહેઠાણમાં વસતા હતા અને ત્યાંથી પિતાની નાની હાટડીઓ ચલાવતા હતા. આરોગ્ય અને પ્રાથમિક સારવારના અભાવે અનેકવાર પલેગને ભેગા થતા હતા. ધીરે ધીરે લેકે વધવા લાગ્યા. તેઓ પિતે પણ વ્યવસ્થિત રીતે વેપાર કરવા લાગ્યા. પરિસ્થિતિ સુધરતી ચાલી. ૧૯૦૦ની સાલ બાદ દર વર્ષે ભારતીય લેકે સારી એવી સંખ્યામાં આવવા લાગ્યા. આમાં જેને પણ હતા. મોખાસામાં સને ૧૯૧૬માં રેજર્સ રેડ પરના શેઠ માધવજી ભગવાનજીના મકાનમાં સહુથી પ્રથમ ઘર-દેરાસર થયું હતું. આ દેરાસરમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવેલી હતી. આ પ્રતિમા પ્રાચીન હતી અને સંવત ૧૩૮૬ની સાલની હતી તેમ મનાય છે. ૧૯૨૨માં શ્રી જૈન દેરાવાસી સંઘની સ્થાપના થઈ હતી. - હાલ જ્યાં ભવ્ય શિખરબંધી જિનાલય છે તે જગ્યાPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50