Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 41
________________ 40 : જૈનદર્શન – શ્રેણી : ૪ – ૪ બજારમાં – ક્રેટર વિસ્તારમાં દેરાસર હતુ, જેમાં મહાવીરસ્વામીની ને શાંતિનાથની પ્રતિમા બિરાજમાન હતી. આ પ્રતિમાઓ હવે તેા ભારત લઈ જવામાં આવી છે. અત્યારે તો શાસનરક્ષક દેવ મણિભદ્રસ્ખલની છબી જ ત્યાં છે. હાલ ત્યાં ૩૦ થી ૪૦ જૈનેા વસે છે. બીજા પરમીટ લઈ ને કામચલાઉપણે આવે-જાય છે. એડનમાં સેકશન એ, સ્ટ્રીટ નં. ૧ માં સ્થાનકવાસી અપાસરા પણ હતા. એડનમાં હિંદુ વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. પહાડ પર શંકર રિ (એડન ટોકીઝ પાછળ), રામ-મંદિર (સ્ટીમર પોઈન્ટ પર),હવેલી (સ્ટીર નં. ૨ માં) તથા માતાજીનું મંદિર (ખુશામાં) હતાં. જંગબાર ઉર્ફે ઝાંઝીબાર સદીઓથી સાહસિક વહાણવટીએ ઝાંઝીબારની ખેપ કરતા આવ્યા છે. ઝાંઝીબારમાં અનેક ભાટીઆ વેપારીએ વસેલા. ગઈ સદીના મધ્ય અને ઉત્તર ભાગમાં ત્યાંના લવિંગના મોટા ભાગના વેપાર તેમના હસ્તક હતા. ભાટીઆ વેપારીએ કુશળ હતા. તેમણે તેમની સાહસપ્રિય મનોવૃત્તિ અને કુનેહથી ઘણું ધન મેળવ્યુ` હતુ`. ત્યાંના મૂળ આમ ખેડૂતાને દેવાદાર બનાવીને તેમનુ શોષણ કરવા માટે પણ ભારતીય વેપારીએ પર આરોપ છે. આરામાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ તેઓ લિવગના ધંધા હાથમાં લેતા ગયા. ત્યાંના સુલતાનમાં પણ ભારતીયે પ્રત્યે અભાવની લાગણી જન્મી હતી. ૧૮૯૦થી ૧૯૬૩ સુધી ઝાંઝીબાર બ્રિટિશ રક્ષણ હેઠળ હતું. ૧૯૬૩ પછી તા ભારતીયે વધુ ને વધુ પ્રમાણમાં ઝાંઝીબાર છેડી

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50