Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 39
________________ 38 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ ખોડેલીયન લાયબ્રેરીમાં પણ જૈન હસ્તપ્રતા અને પુસ્તકોના સંગ્રહ છે. આ બધી જગ્યાએ કુલ કેટલી હસ્તપ્રત હશે તેના ચાક્કસ આંકડા ઉપલબ્ધ નથી. ચાક્કસ આંકડા મેળવવા પણ મુશ્કેલ છે, કારણ કે ભૂતકાળમાં સંગ્રહ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવાયા છે. જૂનાં કેટલાગ પર સંપૂર્ણ આધાર રાખી શકાય નહીં. આમ છતાંયે અંદાજે કુલ ચારથી પાંચ હજાર જૈન હસ્તપ્રતા બ્રિટનમાં હશે તેમ માનવામાં ખાસ હેતુ નથી. જૂનાં જૈન પુસ્તકોમાં રાય ધનપતસિહ બહાદુરે છપાવેલ ગ્રંથા ભાગ ૧ થી ૧૩ કલકત્તાથી ૧૯૩૬માં બહાર પડેલે તે (સ્ટાર સ્ટ્રીટ લાયબ્રેરી), ડો. જેકષીની સલાહથી ગુજરાતીમાં જૈયાર થયેલાં ઉત્તરાધ્યયનસૂત્ર, ડૉ. વોલ્થર શુથ્રી'ગે જેનુ પ્રશ્ન તપાસેલ તે દશવૈકાલિક સૂત્ર સને ૧૯૧૨ આ બંને પણ સ્ટાર સ્ટ્રીટ લાયબ્રેરીમાં છે. આચારાંગ સૂત્રનુ પ્રથમ ગુજરાતી ભાષાંતર ૧૯૦૨માં થયું તે અમદાવાદથી બહાર પડેલું પુસ્તક મૂળ તથા ગુજરાતી ભાષાંતર સાથે છે તે પણ સ્ટાર સ્ટ્રીટમાં છે. તે જેકીએ કરેલ આચારાંગ સૂત્રના તથા ઉત્તરાધ્યયનસૂત્રને અનુવાદ છે. તેની મૂળ આવૃત્તિ ઇન્ડિયા ઑક્સિ રેકોર્ડ' એન્ડ લાયબ્રેરીમાં છે. પ્રકરણ રત્નાકરના ૪ મહાગ્રંથ છે તેમાં ૪૦ જેટલા જૈન પ્રાચીન ગ્રંથાની કોપી ઉતારેલી છે. આ પુસ્તકો ભીમસિંહ માણેકે ૧૮૭૬ થી ૧૮૮૧માં છપાવેલાં તે સ્ટાર સ્ટ્રીટ લાયબ્રેરીમાં છે. અસંખ્ય નાની નાની પુસ્તિકાઓ પણ ગઈ સદીના ઉત્તરાની છે.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50