Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 37
________________ 16 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ પણ ચોક્કસ આંકડે કાઢો મુશ્કેલ છે. પરંતુ આ સંગ્રહ ખાસ મેટ નથી. બંને દેશમાં થઈને પ૦૦ આસપાસ જૈન હસ્તપ્રતે માંડ હશે. બ્રિટનમાં જૈન હસ્તપ્રતોઃ - બ્રિટિશ શાસનકાળ દરમિયાન માત્ર હસ્તપ્રત અને જૂનાં પુસ્તકો જ નહીં, કળા-કારીગરીની અસંખ્ય વસ્તુઓ અને મૂતિઓ ભારતથી બ્રિટનમાં લાવવામાં આવેલાં. સદ્ભાગ્યે અહીં બધું જ સચવાઈ રહ્યું છે. અમુક નાના ખાનગી સંગ્રહ બાદ કરતાં જ મેટા ભાગની હસ્તપ્રતે અહીંની લાયબ્રેરીઓમાં સારી રીતે સાચવી રાખવામાં આવી છે. બ્રિટનમાં બ્રિટિશ સરકારની માલિકીની ઈન્ડિયા ઓફિસ રેકેસ અને લાયબ્રેરી નામની સંસ્થા (જે બ્રિટિશ લાયબ્રેરીને જ એક ભાગ છે) છે ત્યાં છેલ્લાં ૨૦૦ વર્ષનાં દસ્તાવેજો, ચિત્ર, પુસ્તકો, હસ્તપ્રતેને જંગી સંગ્રહ છે. નવ માળના મોટા મકાનમાં આ સંગ્રહ સાચવી રાખવામાં આવ્યું છે. આ ઇન્ડિયા ઓફિસની સ્થાપના ૧૮૦૧માં થઈ હતી અને ૧૮૬૭માં તે વિસ્તૃત કરાઈ હતી. આ લાયબ્રેરીના સંગ્રહમાં કુલ ૪૨,૦૦૦ હસ્તપ્રત છે અને ૩ લાખ ગ્રંથ છે. અહીંયાં પણ ઈરાન, ભારત, બર્મા, તિબેટ, શ્રીલંકા, થાઈલેન્ડ જેવા દેશોના સંગ્રહ છે. અહીં પાલી, અર્ધમાગધી, પહલવી, પુખ્ત, મોટા, તુલ, સાંતાલી, ખાસી, તિબેટન, ચાઈનીઝ, અમીઝ વગેરે ભાષાઓમાં પુસ્તકો અને હસ્તપ્રત છે. ૪૨,૦૦૦માંથી લગભગ ૧૦,૦૦૦

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50