Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 35
________________ ૩ય : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ અત્યારે તે વિશ્વના અનેક દેશોમાં ભારતીય વસ્તુઓ વીખરાયેલી પડી છે. અમેરિકામાં ન્યૂ ર્કની સેન્ટ્રલ લાયબ્રેરીમાં અને વૈશિટનના સંગ્રહસ્થાનમાં જન હસ્તપ્રત અને જૈન ચીજવસ્તુઓ છે. મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યૂ યેકની. સેન્ટ્રલ લાયબ્રેરીમાં જૈન ધર્મવિષયક પ્રદર્શન નિહાળ્યું હતું. તેમાં કલ્પસૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિની ઘણી હસ્તપ્રત પ્રદર્શનમાં મૂકેલી હતી. દીવાલ ઉપર મૂળ ખંભાતને વિશાળ વિજ્ઞપ્તિપત્ર લટકાવેલું હતું. અનેક મીનીએચર ચિત્રોથી સુશોભિત આ વિજ્ઞપ્તિપત્રનું મૂલ્ય અત્યારે આંકી શકાય કે કેમ તે શંકાસ્પદ છે. આ સિવાય ચૌદ રાજલકનાં ચિત્ર પણ દીવાલ પર મૂકયાં હતાં. અમેરિકામાં હસ્તપ્રતોને વિશાળ સંગ્રહ નથી. તેની. સંખ્યા સે-બસની આસપાસ હશે. ભારત બહાર હસ્તપ્રતેને સૌથી મોટો સંગ્રહ બર્લિન અને બેનની લાયબ્રેરીઓમાં (જર્મનીમાં) છે. જર્મનીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે હજીયે પ્રેમ છે. સંસ્કૃત અને પ્રાકૃત, ભાષાઓની હસ્તપ્રતોને મોટો સંગ્રહ અહીં છે. અહીંયાં કેટલી હસ્તપ્રતે છે તેને ચોક્કસ આંકડો પ્રયત્ન કરવા છતાંયે ઉપલબ્ધ નથી થતું. જે હસ્તપ્રત જર્મનીમાં આવી હતી તેના કેટેગ ગઈ સદીમાં તૈયાર થયાં હતાં, પરંતુ આ કેટેગની નવી આવૃત્તિઓ બહાર પડી નથી. જૂની આવૃત્તિઓના આધારે કઈ ચેકસ આંકડો નકકી થઈ શકે

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50