Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 38
________________ પરદેશમાં જૈન ધર્મ : 37 સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી હસ્તપ્રતો છે. સંસ્કૃત-પ્રાકૃતના બે મોટા કેટેગમાં આશરે બાર જૈન હસ્તપ્રતે છે. થેડી હસ્તપ્રત બ્રિટિશ મ્યુઝીયમ અને વિકટોરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમમાં પ્રદર્શિત કરેલી છે. ' સુવર્ણાક્ષરથી મંડિત અને સુશોભનયુક્ત ચિત્રાથી અંકિત કલ્પસૂત્રની અને ઉત્તરાધ્યયનસૂત્રની હસ્તપ્રતે અહીં મ્યુઝીયમમાં લેકોને જોવા માટે રખાયેલી છે. કલ્પસૂત્રની હસ્તપ્રત બ્રિટિશ મ્યુઝીયમમાં છે. ઉત્તરાધ્યયનસૂત્રની વિકટરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમમાં છે. તે પંદરમી સદીની છે. જેન હસ્તપ્રત મોટા ભાગે ઈ. સ. ૧૪૦૦ની પછીની છે. જોકે એક હસ્તપ્રત ઈ. સ. ૧૨૦૧ની છે તે જનકલ્પસૂત્રની છે અને તાડપત્રી પર લખાયેલી છે. (નંબર or ૧૩૮૫) આ. હતપ્રત બ્રિટિશ લાયબ્રેરી ઓરીએન્ટલ વિભાગમાં છે. આ લાયબેરી સ્ટોર સ્ટ્રીટ નામના રસ્તા પર આવેલી છે. સ્ટોર સ્ટ્રીટની લાયબ્રેરીને સંગ્રહ ખરેખર જોવાલાયક છે. સ્ટોર સ્ટ્રીટમાં પણ સંસ્કૃત-પ્રાકૃત જન હસ્તપ્રત તથા જૂનાં પુસ્તકો છે. અહીંનાં અસંખ્ય જૂનાં પુસ્તકો પણ અભુત. સંશાધનસામગ્રી પૂરી પાડે છે. માત્ર જૈન સાહિત્યમાં જ નહીં પરંતુ જૂના ગુજરાતી સાહિત્યમાં સંશોધન કરનારને અહીં વિપુલ પ્રમાણમાં સામગ્રી મળી રહે તેમ છે. લંડનમાં સ્કૂલ ઓફ ઓરીએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝની લાયબ્રેરીમાં પણ જૈન હસ્તપ્રત અને જૂનાં જૈન પુસ્તકો છે. લંડનથી ઉત્તરે ઓક્સફર્ડ શહેરમાં આવેલી

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50