Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 24
________________ પરદેશમાં જૈન ધર્મ : ૨ કર્યું. કલ્પસૂત્રની રેમન લિપિમાં આવૃત્તિ બહાર પાડી. તેમનું એક અવિસ્મરણીય કાર્ય એ હતું કે તેમણે આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગના અંગ્રેજી અનુવાદો બહાર પાડયા. બે વૅલ્યુમમાં આ અનુવાદ પ્રસિદ્ધ થયા. પ્રસ્તાવનામાં તેમણે જે લખાણ લખ્યું હતું તે સંશોધનના આધારે લખેલું આધારભૂત લખાણ હતું. ભારતના મોટા મોટા વિદ્વાનોએ પણ તેમને મહાપંડિત તરીકે સ્વીકાર્યા. જૈન આગમ ગ્રંથ વિશે વિશ્વને જાણ થઈ. વળી આગમોના અનુવાદ માટે બીજા વિદ્વાનમાં હિંમત આવી અને પ્રેરણા મળી. ૧૮૮૯માં જર્મન વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતમાં માર્ગદર્શિકા તૈયાર કરી. રામાયણ, મહાભારત, વૈદક, તિષ વગેરે વિષયે પર તેમણે અધ્યયને પ્રગટ કર્યા. ૧૯૧૩ના ડિસેમ્બરમાં ભારતમાં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં અલંકારશાસ્ત્ર પર વ્યાખ્યાને આપ્યાં. તેમણે પંચમી કહા, નેમિનાથ ચરિત્ર, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, સમરાદિત્ય કથા ગ્રંથો પણ પ્રગટ કર્યા. ડો. જેકબીને જૈન ધર્મમાં ફાળે એ ઐતિહાસિક ફાળો છે. જૈનેને જિન ધર્મ પ્રત્યે ગૌરવ થાય અને જૈનેતરને વધુ સ જાગ્રત થાય તેવું સાહિત્ય તેમણે પ્રગટ કર્યું. તેમણે તેમનું જીવન જૈન ગ્રંથોના સંશોધન અને લેખનમાં ગાળ્યું. તેઓનું અવસાન જર્મનીમાં કયારે થયું તેની ચોક્કસ માહિતી મળી નથી. જૈન સંઘ ડૉ. જેકબી પ્રત્યે હંમેશાં આદરની લાગણીથી જોશે તે નિર્વિવાદ છે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50