Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 30
________________ પરદેશમાં જૈન ધર્મ : ૭ જોઈએ તેવી સ્થિરતા ન જ હોય અને સ્થાયી થયા પછી જ બીજી પ્રવૃત્તિઓ નજરે પડે એ ન્યાયે પંદર-વીસ વર્ષના ગાળા બાદ જ જૈન ધર્મની પ્રવૃત્તિઓએ જોર પકડયું. લેકે વધુ ને વધુ જાગ્રત થયા. સ્થાયી થયેલાં ભાઈબહેનનાં બાળકે મોટાં થવા લાગ્યાં. તેમનામાં જૈન ધર્મના સંસ્કાર જળવાઈ રહે, જૈન ધર્મ શું છે તે વાત તેઓ શીખે – સમજે અને અનુસરે તે મહત્ત્વનું બની રહ્યું. અમેરિકામાં અત્યારે તે ફેડરેશન ઓફ જૈન એસસિએશન ઈન નોર્થ અમેરિકા નામની માતબર સંસ્થા છે. નોર્થ અમેરિકા એટલે આખાયે U.S.A. દેશ અને કેનેડા, તેમાં આવી જાય છે. આ સંસ્થાના નેજા હેઠળ વિભાગીય સંસ્થાઓ છે. મોટા ભાગની સંસ્થાઓ ફેડરેશનના સ્થાપનાકાળ પહેલાની છે. કેટલીક સંસ્થાઓ હજીયે ફેડરેશનથી અલગ છે. પરંતુ એક વાત ચોક્કસ કે આ સંસ્થાઓ સહ જેનેને ભેદભાવ વગર આવરી લે છે. ફેડરેશન નીચે જે જે સંસ્થાઓ છે તે આ પ્રમાણે છે : (૧) બેસ્ટનની જૈન સેન્ટર ઓફ ગ્રેટર બેસ્ટનઃ આ સંસ્થા પાસે પિતાનું મકાન વેસ્લીમાં છે. એક જૂના ચર્ચને ખરીદીને ત્યાં દેરાસર તથા સંસ્થાનું પ્રવૃત્તિસ્થાન બનાવેલ છે. દેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. અવારનવાર સત્સંગ જાય છે. સંસ્થા પિતાનું ન્યૂઝ લેટર પણ કાઢે છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50